તહેવારોમાં અવનવા સોફટ ટોયઝ, લનીંગ ટોપ્ઝ, ઇન્ડોર તેમજ આઉટડોર ગેમ્સથી દુકાનો સજજ
જન્માષ્ટમીએ ભારતનું મહત્વનું પર્વ મનાય છે આ તકે આપણા ગુજરાત રાજયની વાત કરીએ તો અહીં સાતમ, આઠમને લઇને મીની વેકેશન પણ હોય છે ત્યારે આ તહેવારમાં ગુજરાતવાસીઓ મેળામાં પહેલવાનું ચુકતા નથી. આ તકે જો સૌથી વધુ મેળો કોઇને આકર્ષતો હોય તો એ છે નાનાકડા ભૂલકાઓ નાના બાળકોને મેળો આકર્ષે છે. એનું મહત્વનું કારણ એ પણ છે કે અહીં વિવિધ પ્રકારની રાઇડસ તેમજ ફ્રુડની મજા તો મળે છે. પણ સાથો સાથ વિવિધ પ્રકારના રમકડા પણ બાળકોને મળી રહે છે ત્યારે આપણે રમકડાંની વાત કરીએ તો રમકડામાં રોજબરોજ નાના ભૂલકાઓ માટે વિવિધ વેરાયટીઓ બજારમાં આવતી હોય છે. પરંતુ જન્માષ્ટમીમાં રમકડાનું વેચાંણ પણ વધુ થાય છે તેમજ વિવિધતા પણ જોવા મળે છે.
રાજકોટની વાત કરીએ તો અહીં ઘણી બધી ટોય શોપ આવેલી છે. જેમાં અલગ અલગ કેટેગરી જેવી કે બેબીનું જન્મ થાય ત્યાંથી લઇ શાળામાં પ્રવેશ કરે એ ઉપરાંત ૧૮+ નું થાય ત્યાં સુધીની ઇનડોર આઉટ ડોર ગેમ્સ તેમજ ટોયઝ મળી રહે છે. રમકડાંમાં સોફટ યોગઝ, લનીંગ ટોયઝ, ગર્લ્સ માટે વિવિધ પ્રકારની બાર્બી ડોલ, બોયઝ માટે કાર, ગન તેમજ બેબી શાવરને લઇને વિવિધ આઇટમો ઉપલબ્ધ છે.રાજકોટના બચ્ચા પાર્ટી શોપના ઓનર કશ્યપભાઇ ખેતાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે
બચ્ચા પાર્ટી શોપને આ પાંચમું વર્ષ ચાલી રહ્યું છે. અમારી મેઇન બ્રાન્ચ અમીન માર્ગ પર છે. રમકડાં એ એવી વસ્તુ છે કે બાળકથી માંડીને મોટા બધાં રમતાં હોય છે પણ કેટેગરી બાળક જન્મે ત્યારથી જ સ્ટાર્ટ થઇ જાય છે. અને રમકડાંનો ઉપયોગ શરુ થઇ જાય છે. અમારી પાસે ૧૮+ ગેમ્સ પણ છે જે પાર્ટી ગેમ્સ ઇન્ડોર ગેમ્સ કહેવાય છે. આ ઉપરાંત અમુક રેસ્ટોરન્ટ, હોટલવાળા લોકો પણ અમારી પાસેથી ગેમ્સ લઇ જાય છે. જેથી તેમના કલાયન્ટના બાળકો પણ રમી શકે. એટલે કે એજ ગ્રુપ ડિસાઇટ કરો તો રમકડાંમાં એવું કાંઇ છે જ નહીં અમારી પાસે બોટઝ માટે સ્પોર્ટઝ ટોયઝ, રીમોટ ક્ધટ્રોલ વાળા રમકડાં તેમજ ગન છે.
ગર્લ્સ માટે ડોલ્સ, એજયુકેશનલ ગેમ્સ, સ્ટ્રેટેજી ગેમ્સ વગેરે છે બેબી શાવર માટ અમારી પાસે કોસ્મેટીક રેન્જ છે સાથે રેટલ સેટસ, લાઇટ એન્ડ મ્યુઝીકના ટોયઝ અને બેબી એસેસરીઝ પણ છે.
આ તકે ઉત્તમ ટોયઝના માલીક નવનીતભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે ઇલેકટ્રોનીક રમકડાંની વિશાળ રેન્જ આવી છે. અમારી પાસે ૧પ હજારથી વધારે ઇલેકટ્રોનિક રમકડાની આઇટમો છે. બેટરી વાળી કાર, બાઇક, ટ્રાઇસિકલ, બાઇસીકલ વગેરે ઉપલબ્ધ છે. બધાં જ કસ્ટમરનો ખુબ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે ગર્લ્સ માટે તેમને લગતાં વિવિધ કેરેકટર્સ બોયઝને લગતા વિવિધ કેરેકટર્સ તેમજ ગેમ્સમાં પુષ્કળ વેરાયટીઓ ઉપલબ્ધ છે. બોર્ડ ગેમ, ટીવી ગેમ, પીએસપી, પીએસટુ વગેરે બધી જ ગેમ છે. આ ઉપરાંત એજયુકેશન ગેમની બધી જ આઇટમો વિશાળ રેન્જાં અમારી પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમે ઓનલાઇન પણ રમકડાંનું વેચાણ કરી રહ્યા છીએ. એમેઝોન, ફિલપકાર્ડ, એટીએમ એ બધામાં ઉત્તમ ટોયઝ મળી રહે છે. આમ ઓલઓવર ઇન્ડિયાના અમે માલ સપ્લાય કરીએ છીએ.
આ તકે સ્વીટ એન્જલ્સના ઓનર શનિભાઇએ જણાવ્યું હતું કે
અમને ખબર છે કે બાળકોને શું જોઇએ છે રમકડામાં અમે એ જ સિઘ્ધાંત પર ચાલીએ છીએ કે તેમાં કોઇ એજ ગ્રુપ હોતું નથી. જેમ કે ૬ મંથ પ્લસ, ન્યુ બોર્નથી ચાલતા હોય ર પરથી ચાલતાં હોય પરંતુ કયા સુધી ચાલે એ કોઇને ખબર નથી કેમ કે સૌથી વધુ જે રમકડાંથી રમે છે તે દાદા અને દાદી જ છે પેરેન્ટસને એમ લાગે કે આ રમકડુ ઘરે લઇ જઇએ તો બાળક રમશે પણ એ એક જ દિવસની વાત છે. બાળક એક જ દિવસ રમશે પછી દાદા અને દાદી જ એમની જોડે રમતા હોય છે! અમારી પાસે વ્હીલ્સ વાળા ટોયઝ જેમ કે ટ્રાઇસિકલ, બાયસિકલ, રીમોટ કાર્સ છે ઇનડોર માટે એકિવીટી ટોયઝ , ગર્લ્સ માટે વિવિધ પ્રકારની બાબી ડોલ્સ જેમ કે કીચનવાળી બાર્બી, એરહોસ્ટેલ બાર્બી, ડોકટર બાર્બી, ફોઝન, ડીઝની પ્રિન્સેસ છે.
આ ઉપરાંત સોફટ ટોયઝ પણ ઉપલબ્ધ છે. આ તકે વન્ડર વર્લ્ડના ઓનર કમલેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે
વન્ડર વર્લ્ડને ૧૬ વર્ષ થયા છે હવે એવું નથી રહ્યું કે જન્માષ્ટમી પર જ રમકડાંનું કલેકશન આવે છે. પરંતુ ૩૬૫ દિવસ કંઇકને કંઇક નવું આવે છે જન્માષ્ટમીમાં રમકડાંની કવોન્ટીટી વધે છે અને વેંચાણ વધતું હોય છે બોર્ન બેબીના ટોયઝ અલગ હોય બેબી શાવરના ટોયઝ અલગ હોય છે. કિડઝના ટોયઝ પણ અલગ હોય છે ચિલ્ડ્રન ટોયઝ, ૧૦+ ના ટોયઝ, ૧૫+ ના ટોયઝ એમ બધી જ કેટેગરીમાં ટોયઝ બજારમાં આવતા હોય છે. અને તેમાં વિવિધતા પણ જોવા મળતી હોય છે. આ ઉપરાંત લનીંગ ગેમ્સ પણ એક અલગ કેટેગરી છે અને તેનું વેચાણ હાલ અત્યંત વધી ગયું છે.
આ તકે ટોયઝ ઝોનના ઓનર જતીનભાઇ લખતરીયાએ જણાવ્યુ હતું કે અમારે આ બિઝનેસમાં ૧૪ થી ૧૫ વષ જેવુ થયું છે. અમારી પાસે આ વર્ષે રોબોટિકસ સીરીઝ નવી આવી છે. બાળકો તેને રીમોટથી ઓપરેટ કરી શકે છે આ ઉપરાંત તેમાં શીખવા જેવું પણ ઘણું છે. અમારી પાસે બાળક જન્મે ત્યારથી લઇને મોટું થાય ત્યાં સુધીની બધી આઇટમો છે જેમાં બેડના ટોયઝ મ્યુઝિકલ ટોયઝ, પઝલ્સ ગેમ્સ, માઇન્ડ ગેમ્સ, સ્કુલના ટોયઝ વગેરે બધી વેરાઇટીઓ છે.
આ તકે સતનામ સાયકલ સ્ટોરના ઓનર લખનભાઇએ જણાવ્યું હતું કે
અમારી પાસે ટ્રાઇસિકલ, બાઇસિકલ નાના બાળકો માટે બેટરીવાળી કાર, બાઇક વગેરે વગેરે વેરાયટીઓ ઉપલબ્ધ છે.