ગુજરાત રાજયમાં સરકાર દ્વારા રાજયની તમામ ગ્રામ પંચાયતોને ઈ.વિસવ. ગ્રામ યોજના હેઠળ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને સુવિધા મળી રહે તે માટે છેલ્લા ૧૧ વર્ષથી ગ્રામ કોમ્પ્યુટર (વી.સી.)નિમણુક આપવામાં આવી છે. જેથી દરેક ગામડે સાત બારના દાખલા લાઈટબીલ ભરવાની આવક જાતિના દાખલા વગેરેની સુવિધા ગ્રામ્ય વિસ્તારમાં જ મળી રહે છે. જેમાં ૪૦ ટકા બહેનો પણ વી.સી.તરીકે ફરજ બજાવે છે. આ કામ કમિશનનાં ધોરણે આપવામાં આવેલ છે પણ આ મોંઘવારી યુગમાં જેનાથી કુટુંબનું જીવન નિર્વાહ ચલાવું મુશ્કેલ પડે છે.
તેમજ વી.સી.ની ફરજ બજાવતા લોકોની વય મર્યાદા પુરી થય હોય અન્ય જગ્યાએ નોકરી પણ મળી શકતી નથી આવા અનેક પ્રશ્ર્ન હોય જેથી કરીને વીસીમાં ફરજ બજાવતા લોકોને કાયમી કર્મચારી તરીકેની નિમણુક આપવા તેમજ કાયમી કર્મચારીઓને મળતા લાભોની સુવિધા આપવા જામજોધપુર મુકામે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર (વીસી) મંડળ જામજોધપુર દ્વારા આવેદનપત્ર આપેલ હતું.