હિન્દુ સેના અને રામ ભગત મંડળની મહેનત રંગ લાવી: ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
જામનગરમાં શ્રીરામ ભગત મંડળ તથા હિન્દુ સેના દ્વારા સંતોના આહવાનથી શ્રી કુંભનાથ મહાદેવજી તેમજ શ્રીરામદેવજી મહારાજનું ભવ્ય અને દિવ્ય નિર્માણ કાર્ય શ્રી કરોડપતિ હનુમાનજી મંદિરે એટલે કે શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે શ્રી કાળુમારાજના આચાર્યપદે પૂર્ણ થયુંછે. જેમાં શ્રી નંદરામબાપુ (સાયલા), શ્રી ભીખુબાપુ, શ્રી દેવંગી આશ્રમના મહંતશ્રી, શ્રી રણછોડગીરીબાપુના આશીર્વાદથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો.
ગણપતિ પૂજન બાદ શ્રી કુંભનાથ મહાદેવજી તેમજ શ્રી રામદેવજી મહારાજની મૂર્તિને વાજતા ગાજતા શોભાયાત્રાના રૂપે શ્રી નટુભાઈ સવનીયાના ઘરેથી મંદિર ખાતે લાવી સામુહિક સ્નાન બાદ જલાધિવાસ તથા અભિષેક કરી કુલ ૧૧ કપલોએ પૂજાવિધિ, હવન કર્યો હતો. જેમાં સિઘ્ધરાજસિંહ, ધરમસિંહ, પ્રહલાદભાઈ, નીતિનભાઈ, દિલીપભાઈ, વિશાલભાઈ સવનીયા વગેરે કપલોએ પુજામાં બેસી ભકિતનો લાભ લીધો હતો અને બીડુ હોમાયા બાદ ૭૦૦ ભકતજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ મંત્રી અને જીએસીએલ ઈન્ડીપેન્ડેન્ટ ડાયરેકટર વસુબેન ત્રિવેદી, મેયર હસમુખભાઈ જેઠવા, મા.ડે.મેયર કરશનભાઈ કરમુર, મા.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી અતિથિ વિશેષ તરીકે હતા.
બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષભાઈ જોષી સહિતની સમગ્ર ટીમ, બ્રહ્મ અગ્રણી શિવસાગર શર્મા, નિખિલ ભટ્ટ, પ્રખર ધારાશાસ્ત્રી અશોકભાઈ નંદા તેમજ અનેક ધારાશાસ્ત્રીઓ, ડોકટરો તથા એસ્સારના પ્રેમનાથ કોઠારી, ઉધોગપતિ મિતલભાઈ કિલુભાઈ વસંત, મિતેશભાઈ અશોકભાઈ લાલ, ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર આકાશ બારડ, બીજેપીના અશોકભાઈ વસીયર, મહેશ વિરાણી, ભાવેશ ઠુંમર તથા અનેક ભકતજનોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠાની વ્યવસ્થા શ્રીરામ ભકત મંડળ તેમજ હિન્દુ સેનાના સૈનિકોએ સંભાળી હતી.
સંતવાણીમાં નંદરામબાપુ, ઘનશ્યામભાઈ ભજનીક, વિવેકભાઈ ફલીયા, વિજયભાઈ બારોટ, યોગેશ ગોહિલ, અમિતભાઈ, જમનભાઈ ભજનીક, ભીખુભાઈ રાવત સહિતના કલાકારોએ ભકિતરસ પાથર્યો હતો. આ સંતવાણીમાં શ્રીરામ મંડળના તથા મંદિરના પુજારી કિશોર ભગતનું હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ, માધવ પુંજાણી, કપિલ ફલીયા, પ્રિયાંશ ભટ્ટ, યશ ભૂદેવ, નિશ્ર્ચલ પંડયા, ધીરેન નંદા, જયદિપસિંહ જાડેજા, ચિરાગ ભટ્ટ, મનસુખભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ પ્રજાપતિ સહિતના સૈનિકોએ તલવાર ભેટ આપી સન્માનિત કર્યા હતા.
આ મહોત્સવમાં સતત હાજરી આપી એક વડીલ તરીકે ઉપસ્થિત રહેનાર સાગરીયા પટેલભાઈનું કરોડપતિ હનુમાનજી મંદિરના પુજારી કિશોર ભગતે ફુલહાર અને શાલથી સન્માન કર્યું હતું. આ સંતવાણીના તમામ કલાકારોનું શ્રીરામ ભગત મંડળ અને હિન્દુ સેનાના સૈનિકોએ ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.