તાજેતરમાં કેરાલામાં આવેલ ભયાનક કુદરતી પ્રકોપ અને જયારે સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે પ્રફુલભાઇ હિંમતલાલ વોરા પરીવારના સંપૂર્ણ સહયોગથી રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ જોડી અબાલ-વૃઘ્ધ સૌ કોઇ માટે કપડાં શુઝ સહીતની સામગ્રી કેરાલા રવાના કરવામાં આવી હતી.
આ તકે ભાવનગરથી પ્રસિઘ્ધ થતું સમસ્ત મોઢવણીક જ્ઞાતિનું એકમાત્ર મુખપત્ર મોઢમહોદય ના રાજકોટ સ્થિત કારોબારી સભ્ય કીરીટભાઇ પટેલ તથા કિરેનભાઇ છાપીયા સવિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા. આ સમયે રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટી મંડળે એક પહેલ કરતા જણાવ્યું હતું કે સંચાલીત સમગ્ર સમાજનાં ઇષ્ટદેવ રૂગનાથજી ભગવાનનં બોધાણી શેરી, સોની બજાર સ્થિત શ્રી રૂગનાથજી મંદીર ની દાન પેટી માંથી શ્રાવણ માસ નીમીતે જે રકમ ભકતો દ્વારા પધરાવવામાં આવે તે તમામ રકમ કેરાલા પુર રાહત નીધીમાં આપવામાં આવશે.
આ સમગ્ર આયોજન રાજકોટ મોઢવણીક મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા ઉપપ્રમુખ સુનીલ વોરા, મંત્રી અશ્ર્વીન વડોદરીયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતીન વોરા, ટ્રસ્ટીશ્રીઓ કીરેન છાપીયા, સુમન ગાંધી, નલીન વાડોદરીયા, સંજય મણીયાર, ઇલેશ પારેખ તેમજ કારોબારીના સભ્યશ્રીઓ કેતન મેસ્વાણી, અશ્ર્વીન પટેલ, સાવન ભાડલીયા, આશીષ વોરા સહીતનાઓ એ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.