ચાલુ વર્ષે પ્રારંભથી જ ચોમાસું નબળુ રહ્યું છે. તેમાં પણ જુલાઈ માસમાં મોડે-મોડેથી મેઘરાજાએ પધરામણી કર્યા બાદ લાંબુ વાયરુ ફુંકાતા ખેડુતોના જીવ તાળવે ચોટયા હતા
પરંતુ છેલ્લા ૧૫ દિવસથી વરસાદી માહોલ વચ્ચે મેઘરાજા હાઉકલી કરી રોજે-રોજ રેડા, ઝાપટા વરસાવતા હોય ખેડુતોના વાડી-ખેતરમાં ઉભેલી મૌલાતને જીવતદાન મળ્યું છે. પ્રસ્તુત તસવીરમાં લહેરાતી લીલોતરી દ્રશ્યમાન થાય છે.