બહેન અને ભાઇના સંબંધોની પવિત્રતા અને મજબુતીની ઉવજણીની તહેવાર એટલે રક્ષાબંધન આ પાવન પર્વ નીમીતે બહેન ભાઇને રાખડી બાંધી સુરક્ષા માટે પ્રાર્થના કરે છે.
ત્યારે આ તહેવારમાં પણ સૈનિકો અને પોલીસ જવાનો દિવસ રાત ફરજ બજાવી આપણને સુરક્ષા પ્રદાન કરે છે.
તહેવાર ઉજવવાને બદલે સદા આપણી સુરક્ષાની વ્યવસ્થામાં હોય છે ત્યારે રાજકોટની શ્રી શ્રી એકેડમીના બાળકોએ સૈનિકની સાથે સાથે પોલીસ કર્મચારીઓ માટે પણ હેન્ડ મેઇડ રાખડી તેમજ જાતે લખેલા પત્રો મોકલી આપ્યા હતા અને એમના કાર્ય તરફ કુતજ્ઞતા વ્યકત કરી હતી.