સામાન્ય રીતે બાળકોને પથારી ભીની કરવાની આદત હોઈ છે બાળકો નાના હોય માટે આપણે આ વાતને કઈ ખાસ ધ્યાનમાં નથી લેતા. પરંતુ કેટલાક મોટી ઉમરના બાળકોમાં પણ આ પ્રકારની બીમારી જોવા મળે છે ક્યારેક માતાપિતા આને માટે બાળકોને ખીજય પણ છે પરંતુ બાળક ઇચ્છે તો પણ એ માટે કહી કરી નથી શકતું.
પથારી ભીની કરવીએ અવસ્થા છે જેમાં ૫ વર્ષથી વધારે ઉમરના બાળકો રાત્રિના સૂતા સમયે અજાણતા પથારીમાં પેશાબ કરે છે.
૧) બાળકોને પથારી ભીની કરવાની આદત છોડાવા માટે બાળકને તમે કાળા તલ શેકીને તેમાં ગોળ નાખી તેના લાડુ બનાવી ખવડાવી શકો છો. જો રોજ એક લાડુ ખાઈતો પથારી ભીની કરવાની આ આદતથી છુટકારો મેળવી શકો છો. નાના બાળકોને જો આ લાડુ સારા ના લાગે તો તેમાં કાજુ બદામ અને કિશમિશ ઉમેરી ખવડાવી શકો છો ,કારણ કે બાળકોને ડ્રાઇ ફ્રૂટ્સ ખૂબ જ પસંદ આવે છે
૨) તમે એક અખરોટ અને તેમાં કિશમિસ ઉમેરી આ મિશ્રણ બાળકને ખવડાવવાથી પણ તમે આ આદતથી છુટકારો મેળવી શકો છો.