આજી નદીના પટમાં બિરાજતા સ્વયંભૂ ભોલેનાથ રામનાથદાદાની વરણાગી પવિત્ર શ્રાવણમાસના સોમવારે ધામધૂમથી નિકળી હતી ૯૫ વર્ષ પહેલા ફાટી નીકળેલા પ્લેગથી રાજકોટને બચાવ્યું હતુ ત્યારથી મહાદેવની નગરયાત્રાની વરણાંગીનો પ્રારંભ થયો હતો. સોમવારે નિકળેલી વરણાંગીમા અનેક ભાવિકો ઉમટી પડયા હતા.
મહાદેવની સવારી વરણાગી સ્વરૂપે રામનાથપરા રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ રોડ, સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, પ્રહલાદ પ્લોટ, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ અને હાથીખાના રોડ થઈને રામનાથ મહાદેવ મંદિરે પરત ફરી હતી. વરણાંગીમાં ધૂન-ભજનની રમઝટ બોલી હતી.