રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ઉના પંથકના લોકોનાં હિતાર્થે તાકિદે નિર્ણય લેવાની માંગ
રાજુલા જનરલ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજજો આપવા રાજુલા, જાફરાબાદ ડોકટર એસો., ઈન્ડીયન મેડિકલ એસો, રાજુલા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો, રાજુલા જનરલ હોસ્પિટલ, જાયન્ટ ગ્રુપ, ચેમ્બર ઓફ કોમર્સ અને દ્રગણ સહિતની સંસ્થાઓ દ્વારા રાજયપાલને રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યું કે, હાલમાં જ અમરેલીમાં આવેલ સિવિલ હોસ્પિટલને સરકારે વસંત ગજેરા ટ્રસ્ટને મેડિકલ કોલેજ માટે ફાળવી દેવામાં આવેલ છે.
જયાં નવા વર્ષ કાર્યરત થઈ જશે. જેથી આ સિવિલ હોસ્પિટલને અન્ય તાલુકામાં સ્થળાંતર કરવુ પડે તેમ હોય આ સિવિલને રાજુલામાં સૌપ્રથમ પ્રાયોરીટી આપીને રાજુલાને આ સિવિલ હોસ્પિટલ ફાળવવા માંગણી છે. જે ઉપરોકત સિવિલ હોસ્પિટલ રાજુલાને ફાળવવામાં આવે તો રાજુલા, જાફરાબાદ, ખાંભા ઉપરાંત ઉના તાલુકાના લોકોને પણ તેનો ફાયદો મળે તેમ છે.