૧૫૦ ખેડુતોને ગયા વર્ષનો પાક વિમો ન મળતા મંત્રી જયેશ રાદડીયાનો બેન્કમાં હલ્લાબોલ
જેતપુરના દસ જેટલા ગામોને ૧૨૫ થી વધુ ખેડૂતોને ૧.૫ કરોડ જેટલી પાક વિમાની રકમ છેલ્લા એક વર્ષથી સ્ટેટ બેંક ખેડૂતોને પાક વિમાની રકમ ચુકવતી ન હોઈ જે અંગે ખેડૂતોએ મંત્રી રાદડિયા ને રજુવાત કરતા જયેશ રાદડિયાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં હલ્લાબોલ મચાવી તાળાબંધી કરી હતી
જેતપુર તાલુકાના દસ ગામોના અસરે ૧૨૫ થી વધુ ખેડૂતોને ૧.૫ કરોડ જેટલી પાક વીમા ની રકમ મંજુર થઇ ગઈ હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા એક વર્ષથી પાક વિમાની રકમ ચુકાવમાં આવેલ નથી. રાજ્ય સરકારે ૨૦૧૬/૧૭ માં ખેડૂતોને ૫૮% જેવો મગફળી નો પાક વીમો જાહેર કરેલ હતો.
જે મોટા ભાગના ખેડૂતોને મળી પણ ગયો છે પરંતુ જેતપુરની દ્વારા આ પાક વિમાની રકમ ચુકવવામાં આવી નથી આ દસ ગામના ખેડૂતો દ્વારા અગાવ બે માસ પેહલા પણ આ બેંક ને આવેદન આપવામાં આવેલ ત્યારબાદ મામલદાર કચેરીએ અર્દ્ધનગન અવસ્થા માં ખેડૂતોએ આવેદન આપેલ અને મંત્રી જયેશ રાદડિયા ને રજુવાત કરવાં માં આવેલ હતી તે સમયે સ્ટેટ બેંક મેનેજર એ પાક વીમો ચૂકવાઈ જશે તેવી ખાતરી આપી હતી
પરંતુ બે માસ જેટલો સમય વીતી ગયા હોવા છતાં ખેડૂતોને પાક વીમો ન મળતા મંત્રી જયેશ રાદડિયા ને ફરી રજુવાત કરતા તે આજે રૂબરૂ સ્ટેટ બેન્કે આવી ઇન્ચાર્જ બેંક મનેજર ને પૂછતાં તે કશુ જાણતા ન હોવાનું કહ્યું અને મંત્રી જયેશભાઇ એ બેન્કમાં હલ્લાબોલ કરી બેન્કમાં ધામા નાખ્યા હતા અને બેંક ને તાળાબંધી કાર્ય હતા
જયેશબાઈ શું કહે છે
ગયા વર્ષે રાજ્ય સરકરે પાક વિમાની રકમ ની જાહેરાત કરી હતી અને મોટા ભાગના ખેડૂતોને મગફળી નો પાક વીમો મળી ગયો છે પણ જેતપુરની સ્ટેટ બેંક ને અગાવ તારણ માસ પેહલા મૌખિક સૂચના આપવમાં આવેલ હોવા છતાં આજ સુધી બેંક દ્વારા ખેડૂતો ને આજ દિન સુધી પાક વીમો ન ચુકવવામાં ન આવતા આજે બેંક પર હલ્લાબોલ કરી બેંક ને તાળાબંધી કરવામાં આવેલ
હજી આગામી દિવસો માં બેંક દ્વારા પાક વીમો નહિ ચુકવામાં આવે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની એક પણ બ્રાંન્ચ ચાલુ નહિ રહેવા દેવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી