કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લીમીટેડ, સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે સનશાઈન ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ, કેમ્પસ ડાયરેકટર ડો.વિકાસ અરોરા તથા કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ સીમા અરોરાનો “સીક્રેટસ ઓફ હેલ્ધી લીવીંગએ વિષયે માર્ગદર્શન વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ કાર્યક્રમના વિષય ઉપર માહિતી તેમજ વકતાનો પરિચય આપેલ હતો.
કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઈ દવેએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે આજનો વિષય એ આજના સમાજ માટે ખુબ જ મહત્વનો છે. તંદુરસ્ત જીવન જીવવા માટે રોજીંદી લાઈફમાં નિયમીતતા હોવી જરૂરી છે. જીવન શૈલીમાં જરૂરી ફેરફારો લાવવા અનિવાર્ય છે.
મુખ્ય વકતા ડો.વિકાસ અરોરા તથા સીમા અરોરાએ ઉપસ્થિત શ્રોતાઓને રિફાઈનીંગ એકસરસાઈઝ કરાવેલ હતી અને તેના ફાયદાઓ વિશે સમજણ આપેલ હતી. તેમણે માહિતી આપતા જણાવેલ હતું કે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા નવસેકુ પાણી પીવુ જરૂરી છે કારણ કે તેનાથી આપણા મોં મા જમા થયેલુ થુંક પેટમાં જશે જેમાં ૨૨ પ્રકારના ન્યુટ્રીશન્સ, પ્રોટીન્સ રહેલા હોય છે.
કાર્યક્રમમાં કાઉન્સીલની વગર્નીંગ બોર્ડના સભ્યો હિરાભાઈ માણેક, કિરીટભાઈ વોરા, ડો.જયોતિન્દ્ર જાની તથા અન્ય સભ્યોમાં સુરેશભાઈ રાયઠઠ્ઠા, વી.બી.વાઘમશી, નરેન્દ્ર મહેતા, ખોડીદાસ સોમૈયા, નિકેત પોપટ, ભુષણ મજીઠીયા, મીરેકલ ક્ધસલ્ટન્સી, વિજય કોમર્શીયલ કો-ઓપ. બેંકના ડિરેકટર ભાઈચંદભાઈ ગઢીયા, બાન લેબ્સ લી. તથા વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલ ગવર્નીંગ બોડીના સભ્ય હિરાભાઈ માણેકે કરી હતી.કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.