આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી બિરાજતા રામનાથ મહાદેવ મંદીરે તાજેતરમા ઘ્વજારોહણ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. રામનાથ મહાદેવ ઘ્વજારોહણ સમીતી દ્વારા કિશોરસિંહજી સ્કુલેથી વાજતે ગાજતે ઘ્વજ યાત્રા નીકળી હતી જેમાં અંદાજે પ૧ કરતા વધારે સામાજીક સંસ્થાઓએ ભાગ લીધો હતો.
યાત્રામાં તમામ સમાજના લોકો જોડાયા હતા. રામનાથ મહાદેવ ઘ્વજારોહણ સમીતીના સભ્ય કલ્પેશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સતત ૧૧માં વર્ષે રામનાથ મહાદેવને જુદી જુદી સંસ્થાઓ, જુદા જુદા ધર્મ, અને જુદા જુદા સમાજના લોકો દ્વારા એકી સાથે સાત ઘ્વજાજી લઇને રામનાથ મહાદેવ ઘ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અસંખય શિવભકતો ઉમટીપડયા હતા. ઉ૫રાંત ઠેરઠેર યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ૧૦૦૦ થી પણ વધુ લોકો યાત્રામાં જોડાયેલા હતા.