પોલીસે રૂપિયા ૩,૮૮ લાખની રોકડ કબ્જે કરી
મોરબીના ચાર નબીરાઓએ નવી કલેકટર કચેરી પાછળ એક કોમ્પ્લેક્સમાં જુગાર માંડ્યો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂપિયા ૩.૮૮ લાખની રોકડ સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે, જો કે, નબીરાઓ પોલીસ ગિરફતમાં આવતા પોલીસ પર ભારે દબાણ પણ આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ મોરબી નવી કલેકટર કચેરી પાછળ આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સમાં પહેલા માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી – ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે (૧)કપિલભાઇ વિનોદભાઇ જોટાણી, ઉવ ૨૨ રહે જુના દેવળીયા તા હળવદ જી મોરબી (૨)તરૂણભાઇ ગણેશભાઇ જોટાણી, ઉવ ૩૦ રહે બોની પાર્ક રવાપર રોડ મોરબી (૩)દિપકભાઇ ભગવાનજીભાઇ વિડજા, ઉવ ૩૫ રહે અરીહંતનગર ઋષિકેશ સ્કુલ પાછળ તથા (૪)ચેતનભાઇ ભવાનભાઇ અઘારા ઉવ ૨૮ રહે.મહેન્દ્રનગર મીલીપાર્ક સો.સા શેરી નં ૪ વાળાને રોકડા રૂ ૩,૮૮,૦૦૦ સાથે ઝડપી લીધા હતા.ઉલ્લેખનીય છે કે આટલી મોટી રકમ સાથે હળવદ અને મોરબીના નબીરા ઝડપાઇ જતા પોલીસ ઉપર પણ ભારે દબાણ આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.