ઇમરાન ખાનની સરકાર સાથે સિંધુના નીર અંગે ઇસ્લામાબાદમાં મીટીંગ યોજાશે
પાડોશી દેશ પાકિસ્તાન સાથે આપણે કયારેય ભળ્યું નથી હવે જયારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર બની છે ત્યારે સરહદે તળાવ ઓછું થવાની શકયતાઓ છે. ઇમરાન સરકાર સાથે ભારત પ્રથમ વખત અધીકૃત મીટીંગ ઇસ્લામાબાદમાં કરી રહ્યું છે.
આ મીટીંગ સિંધુના નીરને લઇને ખાસ આકષણમાં રહેશે. ઇન્ડુસ વોટર ટ્રીટી અંગે ભારતે પહેલા પણ કહ્યું છે કે સિંધુના નીર ભારતની આવશ્યક જરુરત છે. પાકિસ્તાને ડાયલોગ સાયકલ અંગે ભારતને અપીલ કરી છે. ઇમરાન સરકાર આવતા મોદીએ ટવીટ કરી જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ખાન સરકારથી દેશ કાર્યશીલ બને અને ભારત – પાક.ના સંબંધો સુધરે તેવી શકયતાઓ છે.
ઇસ્લામાબાદમા જનારા અધિકારીને જોખમ પણ જણાઇ રહ્યું છે. ભારત – પાક. વચ્ચેની આતંકી જંગ વર્ષોથી ચાલતી આવી છે આવતા મહિને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને પાક.ના કાઉન્ટપાર્ટ શાહ મહેમુદ ખુરેશી વચ્ચે યુએનજીએ અંગે મીટીગ યોજનાર છે.
જો કે હજી કોઇ ઔપચારીક જાહેરાત મળી નથી. પાકિસ્તાન વર્લ્ડ બેંક સાથે પણ જોડાયું છે. અને ઇસ્લામાબાદમાં કિશનગંગા હાઇડ્રોલીક પાવર પ્રોજેકટના ઉદધાટન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. તેથી પાકિસ્તાનમાં વહેતા સિંધુના પાણી પર નિયંત્રણ મેળવી શકાશે.
ઇસ્ટર્નની નદી રવિ, બીયાસ અને સુલ્તેજ ભારતમાં આવેલી છે. આ નદીઓ પાકિસ્તાનની ઇન્દુસ, જેલૂમ અને ચેનાબમાં જઇને મળે છે. હાઇડ્રોલીક પ્રોજેકટોથી આ નદીઓનાં નીર પર નિયંત્રણ મેળવી શકાય છે. છેલ્લે સિંધુ નદીના કરારો અંગેની મીટીંગ માર્ચમાં નવી દિલ્હી ખાતે થઇ હતી જેમાં બન્ને દેશોના પ્રતિનિધિઓએ પોતાના દેશની નદીઓ તેના પાણી અંગેની તમામ વિગતો રજુ કરી હતી. જો ઇમરાન સરકાર હાઇડ્રોલીક પ્રોજેકટ માટે લીલીઝંડી આપે તો ભારત- પાક.ના સંબંધો સુધરવાની શકયતાઓ વધે છે.