સમારોહ દરમિયાન શ્રીકૃષ્ણમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર અને ધર્મકાર્યમાં જોડાવા પૂ.અપૂર્વમુની સ્વામીની શીખ
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ તથા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષના ફલોટ સુશોભન, લતા સુશોભનના વિજેતાઓને ઈનામ વિતરણ તથા તાવા પ્રસાદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. જેના સંદર્ભમાં રાજકોટમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના સભાખંડ ખાતે શિલ્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિહિપ-બજરંગદળ-દુર્ગાવાહિની તથા અન્ય ભગીની સંસ્થાના હોદેદારો, કાર્યકરો, મહાનુભાવો, સંતો, મહંતો, વિજેતા થનાર યુવક મંડળ, યુવા ગ્રુપના કાર્યકરો અને ધર્મપ્રેમી હિન્દુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદબોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે હરેશભાઈ ચૌહાણએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલબિહારી વાજપાઈજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવા બે મીનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ તેઓના જીવનચરિત્ર તથા તેઓમાં રહેલા હિન્દુત્વને યાદ કરાવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ દવેએ તમામ ઉપસ્થિતોને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ બિરદાવ્યા હતા અને તમામ યુવાનોને સેવા કાર્યમાં જોડાવવા અપીલ કરી હતી. અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત અપૂર્વમુનિ સ્વામીએ તમામ હિન્દુઓને સંગઠીત થવા હાંકલ કરી હતી અને તમામ હિન્દુ તહેવારોનું ઘટતા જતા મહત્વ સામે લાલ બતી ધરી હતી અને તમામ હિન્દુ તહેવારોનું અને વૈજ્ઞાનિક સત્ય ઉજાગર કર્યું હતું.
માત્ર નારા લગાવવા કે સુત્રોચારથી હિન્દુત્વ જીવંત નહીં રહે તેમ જણાવી અપૂર્વમુનીએ ઉજાગર કર્યું હતું. માત્ર નારા લગાવવા કે સુત્રોચ્ચારથી હિન્દુત્વ જીવંત નહીં રહે તેમ જણાવી અપૂર્વમુનીએ હિન્દુત્વ માટે સહિયારો પ્રયાસ કરવા તમામને આહવાન કર્યું હતું. ફલોટ તથા લતા સુશોભનના વિજેતા ગ્રુપોને અપૂર્વમુની, નરેન્દ્રભાઈ દવે અને વિજયભાઈ ચૌહાણ સહિતના હસ્તે શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.