રેડીયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટની સેવા એક જ છત હેઠળ મળી રહેશે
રાજકોટનાં ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયાના પુત્ર આત્મત કથીરીયા સહિતનાં પાંચ નિષ્ણાંક તબીબોએ સાથે મળીને નીયો ડાયગ્નોસ્ટીકનું ઉદધાટ સમારંભ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.ડો. આત્મન કથીરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની ટીમમાં છ ડોકટર છે તેમાંથી ૩ રેડીયોલોજીસ્ટ અને ૩ પેથોલોજીસ્ટ છે. રેડિયોલોજીસ્ટમાં ડો. જય કોટેચા, ડો. પ્રશાંત થોરીયા અને ડો. આત્મન કથીરીયા અને તેમના પત્ની ડો. છાયા કોટેચા, ડો. મીરા થોરીયા, ડો. ઘટના કથીરીયા એમ ત્રણ પેથોલોજીસ્ટ છે. ખાસ તો એમનું વિઝન એવું હતું કે એક જ જગ્યાએ બધી જ ડાયગ્નોસ્ટીક ફેસેલીટી ઉ૫સ્થિત કરાવી શકે. એ રીતે રેડીયોલોજીમાં એકસરે થી લઇ એડવાન્સ એમ.આર. સુધી અને પેથોલોજીમાં સાદી લોઇ યુરિયનની તપાસ થી કેન્સરની એડવાન્સ તપાસથી ફેસેલેટી દર્દીઓને મળી રહે તેવો સતત પ્રયત્ન રહેશે.