પરફેકટ પિકચર્સ દ્વારા આવતીકાલે થશે ટીઝર રિલીઝ
પરફેકટ પિકચર્સ પ્રોડકશન દ્વારા એક સુંદર “કાલી કી ગાલી નામનું ગીત ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહ્યું છે. જેમાં “કાલી રાજાએ પોતાનું સંગીત, શબ્દો અને રેપીંગ કર્યું છે. આ સોંગમાં ડી.ઓ.પી. તરીકે ચિંતન કાનકીયા (મુંબઈ), ડાયરેકટર, સિનેમેટોગ્રાફર, એડીટર, નયનજીત ખરા સોંગના પ્રોડયુસર મનીષ હીરપરા, કોર્યોગ્રાફર હિતેષ પઢારીયા, ડાંસર્સ રાહુલ, સંદિપ, દાસ્તાન, સુરત સાઈડ એકટર્સ દિયા પટેલ, ક્રિષ્ના કાશ્યાણી, લક્ષ બિર્દી વગેરે દ્વારા સુંદર ગીત બનાવવામાં આવ્યું છે. આ સોંગનું ટિઝર ૨૬ ઓગસ્ટના રોજ પરફેકટ પિકચર્સ યુ-ટયુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ચિંતન કનકીયાએ જણાવ્યું કે
ઘણા સમયથી પ્લાનિંગ ચાલતા હતા અને અમે બધા એકબીજાથી જોડાયેલા હતા. તેમાં કાલીભાઈએ પરફેકટ ટાઈમે અમારી સાથે જોઈન્ટ થઈને તેમની પાસે સોંગ્સને બધુ તૈયાર જ હતું તો અમે ગિત બનાવ્યું અને ટૂંક સમયમાં જ અમે પરફેકટ પિકચર્સ પ્રોડકશનમાં એક ફિલ્મ બનાવીશું જો ગીતની વાત કરીએ તો અમારા ગીતના લીડ હિરો કાલી રાજા તે બે વર્ષથી તૈયારી કરતા હતા અને પછી લોકેશન, સેટઅપ બધુ રેડી કરીને સોંગ શુટ કર્યું હતું. પહેલા “કાલી કી ગાલી ગીતનું ટિઝર ૨૬ ઓગષ્ટના રોજ પરફેકટ પિકચર્સ યુ-ટયુબ ચેનલ પર રિલીઝ કરીશું ત્યારબાદ ગીત રિલીઝ કરીશું.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કાલી રાજાએ જણાવ્યું કે
હું પહેલી વખત ગીતમાં લીડ રોડ ભજવી રહ્યો છું તેથી ખૂબ ખુશ છું. ગીત મેં જ લખેલ છે,મ્યુઝીક તથા રેપીંગ પણ મેં કરેલું છે. આ ગીત રેપ સોંગ છે જે હિપહોપ કલ્ચર ઈન્ડિયામાં આગળ વધે છે. કનીંસીંગ, બાદશાહ, રફતાર એ બધા એ આગળ વધારવાની ટ્રાઈ કરે છે તે બધા સકસેસફૂલ છે. એ જ વસ્તુ ગુજરાતમાં અત્યારે બહુ ઓછી છે. દેશી હિપહોપ જયાં આપણે રહી છીએ ત્યાંનુ કલ્ચર છે. કલ્ચરને આપણે રેકગ્નાઈઝ કરવાનું છે, હુ ગુજરાતનો છું તો ગુજરાતના સ્લેંગ, ગુજરાતની બોલી તે બહુ ગીતમાં રજૂ કરું છું. આ ગીત એ રીતના લખાયેલું છે પરફેકટ પીકચર્સ પ્રોડકશન ટીમ દ્વારા આ ગીત બનાવવામાં આવ્યું છે જે ૨૬ ઓગષ્ટના રોજ ટિઝર રીલીઝ થશે. ત્યારબાદ ગીત રજૂ થશે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પ્રોડયુશર મનીષ હિરપરાએ જણાવ્યું કે
“કાલી કી ગાલી ગીત ખૂબ સરસ છે. અમને આ પ્રોજેકટ ખૂબ ગમ્યો જયારે કાલી રાજા અમારી પાસે લઈને આવ્યા ત્યારે અમને થયું કે અમારા પ્રોડકશન હેઠળ આ ગીત બનાવીએ. વધુમાં જણાવ્યું કે, ટૂંકા સમય જો ગુજરાતી મુવીની સારી સ્ક્રીપ્ટ મળે તો એક ટીમ તરીકે તૈયાર છીએ અને તે જરૂરથી કરીશું.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન દિયા પટેલે જણાવ્યું કે
આ મારો ત્રીજો પ્રોજેકટ છે. મેં બે પ્રોજેકટ કર્યા છે. તેમાં મને વધુ આ ગીત કરતી વખતે મજા આવી. હું એવું ઈચ્છું છુ કે તમારા બધાનો પુરેપુરો સપોર્ટ મળે. અમે અત્યારે “કાલી કી ગાલી ગીત તો લઈને આવ્યા છીએ. પરંતુ અમારો ફયુચર પ્લાન એક ફિલ્મનો છે. વધુમાં જણાવ્યું કે મારો અનુભવ ખૂબ સારો રહ્યો. જનરલી છોકરીઓને હીપહોપનો શોખ હોય અને બધાને એવું હોય કે હીપહોપ કરું, ઘણી છોકરીઓ એવી પણ હોય શકે મિરર સામે રહીને આવું કરતી હોય પરંતુ મને એક કેમેરા સામે આ વસ્તુ કરવાનો મોકો મળ્યો છે. તેના કારણે મને બહું જ મજા આવી છે.