બીઆરટીએસનું સંચાલન કરતી રાજપથ લી.ને તા.૧.૪ થી સીટી બસ સેવાનું સંચાલન સોંપવામાં આવેલું છે જેમા હાલમાં કુલ ૪૪ રૂટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાંડર્ડ બસો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે.
જુદા જુદા વિસ્તારના લોકોની રજૂઆતો ને ધ્યાને લઈ સીટી બસ સેવાના રૂટમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે આગામી સોમવારથી અમલમાં મૂકવામાં આવનાર છે.
રૂટ નં. ૭ કે જે ભકિતનગર સર્કલથી બજરંગવાડી સર્કલના રૂટને ટ્રાફીક કારણે એક બસ સવારે ૬.૫૦ કલાકે બજરંગવાડી સર્કલથી ચાલુ થશે. અને સાંજે ૮.૫૦ કલાકે ભકિતનગર સર્કલથી નાણાવટી ચોક સુધીની ટ્રીપ લંબાવેલ છે.
અને રૂટ નં. ૫૭નીએક બસ જે ત્રિકોણબાગથી ગવર્મેન્ટ એન્જી. કોલેજ વાયા નવો ૧૫૦ ફૂટ રીંગરોડ ચોકડીથી સનસાઈન કોલેજ રંગોલી પાર્ક ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર આદર્શ નિવાસી શાળા થઈને ગવર્મેન્ટ એન્જી. કોલેજ જશે.
આ તમામ વિસ્તારનાં લોકોને મળેલ સીટી બસ સેવાનો લાભ ઉઠાવવા રાજકોટ રાજપથ લી. તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.