રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા ‘જળસંચય અભિયાન અંતર્ગત સ્લોગન સ્પર્ધા’નું આયોજન કરાયેલું હતું. સ્પર્ધા માટે સંખ્યાબંધ લોકોએ ગામે-ગામી પત્ર દ્વારા, ઇમેઇલ વડે કે રૂબરૂ સ્લોગન લખીને આપ્યા હતા. નિર્ણાયકોએ કસોટીની એરણ પાર પાડી, રસાકસી બાદ શ્રેષ્ઠ-૧૦ સ્લોગનને ફાયનલ તરીકે પસંદ કર્યા હતા.
જેમાં શ્રેષ્ઠ-૧૦ સ્લોગન વિજેતાઓ, મુકેશભાઇ રાઠોડ, વિમલાબેન રામવાણી, ભાવનાબેન પારેખ, રેણુકાબેન કારીયા, અભિષેકભાઇ મહેતા, જ્યોતિબેન નાયક, ડો. તેજસભાઇ શાહ, મેઘાબેન રેવર, સુધીરભાઇ જોશી, દર્શનભાઇ ચોવટીયાને મોમેન્ટો-મનોરમ્ય મલ્ટીકલર સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર આપી જાહેર બહુમાન કરાયું હતું.
આ સમારોહમાં બંછાનિધિ પાની, પ્રો. આશિષભાઇ શુકલ ઉપરાંત નલિનભાઇ વસા, ટપુભાઇ લીંબાસીયા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ડાયાભાઇ ડેલાવાળા, હરિભાઇ ડોડીયા, સીએ. ગીરિશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, કિર્તીદાબેન જાદવ, હરકિશનભાઇ ભટ્ટ, વિનોદ શર્મા, શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર, સહ-ક્ધવીનર અને સદસ્યો, ડેલીગેટ્સ, નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કો-ઓર્ડીનેટર તરીકે ભરત કાપડીઆએ કામગીરી કરી હતી.