રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર સહિતની ટીમોએ ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૭ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જ્ઞાનયજ્ઞ કોલેજ રાજકોટ, એસ.વી.ઈ.ટી. કોમર્સ કોલેજ રાજકોટ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર, વિધા ઈન્ફેટીક કોલેજ જામનગર, વી.ડી. કાણકીયા આર્ટસ કોલેજ, સાવરકુંડલા , ક્રાઈસ્ટ કોલેજ રાજકોટ, જી.એચ. ગૌસરાણી કોલેજ, જામનગર વચ્ચે મેચો યોજાયા હતા.જેમાં પાંચ ટીમને પછાડી રાજકોટની ક્રાઈસ્ટ કોલેજ અને સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજ ફાઈનલ મેચમાં પહોચી હતી. અને કાંટે કી ટકકર જોવા મળી હતી.સૌરાષ્ટ્ર યુનિ.નાં ઈન્ડોર સ્ટેડીયમના ઈન્ચાર્જ ચિંતન રાવલે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ સ્પોર્ટસના ગ્રાઉન્ડએકાદ મહિનામાં ધમધમતા થઈ જશે અને આજરોજ બાસ્કેટ બોલની સ્પર્ધામાં ૭ ટીમો વચ્ચે ટકકરથઈ હતી જેમાં રાજકોટની ક્રાઈસ્ટ કોલેજ અને સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોલેજ ફાઈનલમાં પહોચી હતી.ક્રાઈસ્ક કોલેજનાં બાસ્કેટ બોલના ખેલાડી મયંક શર્માએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બાસ્કેટ બોલ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ખૂબજ સહયોગ છે. અને ખેલાડીઓને તમામ સુવિધા મળી રહે તેવું આયોજન કરવામા આવ્યું છે. અને અમારી ટીમ વિજેતા બનશેતેવો મને પૂરો વિશ્વાસ છે.