ધ્રાગધ્રા શહેરનો લોકમેળા ગત વષેઁ બે કોમ વચ્ચેના વયમાનુષ્યના લીધે બંધ રહ્યો હતો. ધ્રાગધ્રા શહેરનો લોકમેળો ઝાલાવાડનો સુપ્રસીધ્ધ મેળો છે પરંતુ લોમેળાને છેલ્લા ચારેક વષઁથી ઝગડાનુ ગ્રહણ લાગ્યુ હતુ તેવામા આ વષેઁ સાતમ-આઠમના રોજ થનાર લોમેળાને તંત્ર દ્વારા પરમિશન આપવા સમયે ખુબજ ગલ્લા-તલ્લા કરાયા બાદ અંતે લોકમેળા પર મહોર લગાવી હતી જ્યારે જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા, ધ્રાગધ્રા ડે.કલેક્ટર-મામલતદાર તથા ડીવાયએસપીના સંકલનમા મેળાને મંજુરી અપાઇ હતી જેમા લોકમેળાને મંજુરી અપાવવામા મહત્વની ભુમિકા ધ્રાગધ્રાના પુવઁ ધારાસભ્ય આઇ.કે.જાડેજાની હોવાનુ મનાય છે
તેઓ દ્વારા ધ્રાગધ્રા શહેરમા લોકમેળા દરમિયાન કોઇ અઇચ્છનિય બનાવ નહિ બને તેવી ખાતરી બાદ જ લોમેળાને તંત્ર દ્વારા મંજુરી અપાઇ હતી જ્યારે આ તરફ મેળાને મંજૂરી મળતા હવે લોકમેળામા લાગતા રાઇડ્સના પ્લોટોની હરરાજીનો સમય આવી ગયો હતો આ લોકમેળાનો પહેલો રાઉન્ડ જ કહી શકાય કારણ કે લોકમેળામા વેપાર કરતા લોકોની શરુવાત આજના આ દિવસથી થવા લાગે છે.
તેવામા આજે સવારે ધ્રાગધ્રાના લોકમેળાની હરરાજી શરુ થઇ હતી જેમા રાઇડ્સ તથા અન્ય ખાણી-પીણીના સ્ટોલ કરવા માંગતા લોકોએ હરરાજી બોલી પોતાના પ્લોટો ખરીધા હતા જ્યારે રાઇડ્સ ધારકોને તંત્ર તરફથી પણ સ્પષ્ટપણે સુચના આપાઇ છે કે તેઓ દ્વારા જીલ્લા કલેક્ટરના ભાવપભાવપત્રક મૌમુજબ જ રાઇડ્સના ભાવો લગાવે અન્યથા અન્ય કેટલાક સામાજીક કાયઁકરો તથા જાગૃત નાગરીકો દ્વારા જો ફરીયાદ કરવામા આવશે તો રાઇડ્સ માલિકો પર કાયદેસર કાયઁવાહી થશે જ્યારે આજના દિવસે લોકમેળાના પ્લોટસની હરરાજી સમયે રેકોડઁ બ્રેક થયો હતો જેમા ઇતિહાસમા પ્રથમ વખત પ્લોટના ભાવ આસમાને જતા નગરપાલિકાને મેળાના પ્લોટની આવક દર વષઁ કરતા ચાર ગણી વધી હતી. પરંતુ ધ્રાગધ્રાના લોકમેળાને વરસાદ કે ઝગડાનુ ગ્રહણ નહિ લાગે કેમ તે જોવુ રહ્યુ ?