ગઢડા સ્વામી ના તાલુકા પાટણા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા એસ ટી રોકવા માં આવી
ઢડા તાલુકાના પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ.ટી.બસો રોકવામાં આવી હતીં એસ.ટી બસો વિદ્યાર્થીઓ દ્રારા રોકતાં મોટી વાહનો ની લાઈનો જોવાં મળી હતી
અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને છેલ્લા ઘણા સમયથી એસ.ટી.બસની અનિયમિતતા કારણે અભ્યાસ ઉપર મસ્સ મોટી અસર જોવાં મળી રહીં છે
ત્યારે આ અંગે ગઢડા એસ.ટી ડેપો મેનેજર સમક્ષ વારમ વાર રજુવાત કરવા છતાં એસ.ટી.ડેપો મેનેજર દ્વારા કોઈ પગલાં ભરવાં માં આવતા ન હેવાથી આજરોજ પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી બસો રોકવામાં આવી હતીં જેમા એસ.ટી કર્મચારી દ્રારા વિદ્યાર્થીઓ ને પહેલાં ની જેમ ફરીથી આશ્વાસન આપવામાં આવ્યુ હતુ જેમાં ઢસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી કર્મચારી પાસે લેખીતમાં લેવામાં આવેલ કે સોમવાર સુધી માં પ્રશ્ન નો ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્રારા હાઈવે રોડ ઉપર ગાંધી માંગે એસ.ટી.બસો રોકીને આંદોલન કરવામાં આવ છે.