સુ.નગરમાં કરોડોની છેતરપિંડી કેસમાંપિતા-પુત્રને ૩ દિના રિમાન્ડસુરેન્દ્રનગર જિલ્લાના દેદદારા ગામના પાટીયા પાસે આવેલ શ્રીરામકૃપા પેપર મીલના માલિક અને તેમના પુત્રએ ધંધાના બહાના હેઠળ અંદાજે રૂ. ૮૦ કરોડની જુદા જુદા લોકો સાથે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૩ દિવસના રિમાન્ડ પર લઇ પોલીસેતપાસ હાથ ધરી છે.
વઢવાણ ૮૦ ફૂટ રોડ પરીવર્તનસોસાયટીમાં રહેતા અને શ્રીરામકૃપા પેપર મીલના માલિક છબીલભાઇ દેવજીભાઇ પટેલ તેમજ તેમના પરિવાર સામે વઢવાણ અલ્કાપુરી મહેશ્વરી કોલોનીમાં રહેતા રમેશભાઈ આસનદાસ મહેશ્વરીએ તેમજ અન્ય લોકો સાથે તા. ૨૦૧૫થી ૨૦૧૮ દમરિયાન ચેક તેમજ રોકડ રકમો સહિત રૂ. ૪.૧૦ કરોડની છેતરપિંડી કર્યાની બી- ડિવીઝન પોલીસ મકે ફરિયાદ નોંધાવતા આ કેસના આરોપીઓ પાંચ માસી નાસતા ફરતા હતા.
પરિણામે પીએસઆઈ પી.આર. સાગર તેમજ હેડકોસ્ટેબલ એમ.બી.મકવાણા સહિતની ટીમે છબીલભાઇ દેવજીભાઇ પટેલ અને તેમના પુત્ર હિંમાશુભાઇ છબીલભાઇ પટેલની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડીની આ ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસે પિતા-પુત્રને ૧૪ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આથી કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.