સંમેલન બાદ મોમીન જોડો યાત્રાનો પ્રારંભ થશે: શિક્ષણ, વ્યસન અને આર્થિક મુદ્દા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ થશે
મુસ્લીમ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે તથા મુસ્લીમ બિરાદરો આર્થિક રીતે સમૃઘ્ધ બને તેવા નેક હેતુથી મુસ્લીમ એકતા મંચ આગળ વળી રહ્યું છે. સંગઠીતા એકતાના ઘ્યેયને હાંસલ કરવા માટે આગામી તા. ૨૬ ના રોજ રાજકોટ મુકામે અરવિંદ મણીયાર હોલ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાઇ રહ્યું છે તેને સફળ બનાવવા માટે ગામે ગામ કાર્યકરોની મીટીંગો યોજવામાં આવી રહી છે.
કાર્યકર્તા સંમેલન બાદ મુસ્લીમ એકતા મંચના અઘ્યક્ષ ઇમ્તીયાઝ પઠાણની આગેવાનીમાં મોમીન જોડો યાત્રાનો પ્રારંભ થશે ને વિશાળ કાફલા સાથે સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી મુસ્લીમ એકતા નો સંદેશો પ્રસ્થાપીત કરશે. આ સંમેલન દરમિયાન જ યાત્રાના રુટને આખરી ઓપ આપવામાં આવશે.
મુસ્લીમ એકતા મંચના તમામ હોદેદારો તથા મુસ્લીમ સમાજના સામાજીક ધાર્મિક આગેવાનો સહીત ઇમ્તિયાઝ એકતા મંચના તમામ હોદેદારો તથા મુસ્લીમ સમાજના મહેબુબ અજમેરી, આસીફ શેખ, હલીમાબેન અમીન મેર, ઇમરાન જોન, અજીજ શેખ, ઇકબાલ સોહરવદી, નરગીસબેન અને સિકંદર અજમેરી રઝાકભાઇ પરમાર, સાયરાબેન શેખ સહીતના જહેમત ઉઠાવી રહ્યા હોવાનું અબતકની મુલાકાતે આવેલ આગેવાનોએ જણાવ્યું હતું.