ડો.નિરવ દાવાની મહેનત રંગ લાવી: ૧૫ વર્ષથી બાળક માટે વલખા મારતા દંપતીને હાશકારો
જામનગર રોડ, માધાપરમાં આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો.નિરવ દાવા દ્વારા અધુરા માસે જન્મેલા બાળકને નવું જીવન પ્રાપ્ત થયું છે.
રાજકોટના દંપતિને ત્યાં લગ્નના ૧૫ વર્ષ પછી આઈ.વી.એફ.થી બાળકનો જન્મ થયો હતો.માતાને વધારે બ્લડ પ્રેશરની તકલીફના લીધે બાળકના ધબકારા અનિયમિત બનતા તાત્કાલીક સીઝેરીયન ઓપરેશનથી બાળકની ડીલીવરી ફકત ૨૭ અઠવાડીયે (૭ મહિને) કરવામાં આવી હતી બાળકનો જન્મનો વજન ફકત ૭૦૦ ગ્રામ હતો બાળરોગ નિષ્ણાંત ડો. નિરવ દાવા જણાવે છે કે પ્રિમેચ્યોર બાળકોનાં શરીરના બધા અવયવો અપરિપકવ હોય છે. આવા બાળકોને જન્મ પછી શ્ર્વાસની તકલીફ આંતરડાની અપરિપકવતાને લીધે પેટ ફુલાઈ જવુ મગજમાં હેમરેજ થવું વારંવાર શ્ર્વાસ લેવાનું ભૂલી જવું આંખના પડદાની કચાસ હોવી, ચેપ લાગવો તથા અન્ય જીવલેણ તકલીફો રહેતી હોય છે. શ્ર્વાસની તકલીફના લીધે નવજાત શિશુનો ફેફસા ફુલાવાનું ઈજેકશન (સરફેકટન્ટ)આપી ૧૫ દિવસ વેન્ટિલેટર અને ૨૫ દિવસ ઓકસીજનમાં રાખવામાં આવ્યું હતુ લગભગ દોઢ મહિનાની સઘન સારવાર બાદ બાળકને સંપૂર્ણ પણે તંદુરસ્ત રીતે રજા આપવામાં આવી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભરતભાઈ વસોયાએ જણાવ્યું કે
મારા લગ્ન થયાને ૧૫ વર્ષ થયા હોવા છતાં સંતાન નહતુ તેથી મેં સુરતમાં ટેસ્ટટયુબ બેબી કરાવ્યું હતુ અને તેનું સારૂ રીઝલ્ટ આવ્યું છે. મેં ૫ લાખનો ખર્ચો કર્યો છે. અને મારે ત્યાં બાબાનો જન્મ થયો છે. બાળક જન્મ્યુ ત્યારે તેનો વજન માત્ર ૭૦૦ ગ્રામ જ હતો અને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં તેને દોઢ મહિનાથી દાખલ કર્યો છે. આજે તેનું વજન ૧ કિલો અને ૪૦૦ ગ્રામ થઈ ગયું છે. અને રિકવરી પણ સારી થઈ છે અને આજે રજા આપવાના છે. પહેલા બચવાની શકયતા ઓછી હતી. પરંતુ ક્રાઈસ્ટ હોસ્પિટલના ડો. નિરવ અને તેના સ્ટાફનો પૂરો સ્પોર્ટ હતો તેથી હું તેને ધન્યવાદ આપું છું.
જયશ્રીબેન વસોયાએ જણાવ્યું હતુ કે
અમારા લગ્નને ૧૫ વર્ષ થયા છતા સંતાન ન હતુ તેથી આઈ.વી.એફ.થી બાળકનો જન્મ થયો છે. તેથી હું ખૂબજ ખુશ છું જયારે તે જન્મ્યું ત્યારે તેનું વજન ૭૦૦ ગ્રામ જ હતુ તેથી તેને પકડતા પણ બીક લાગતી હતી. અને આજે તેનો વજન ૧ કિલોને ૪૦૦ ગ્રામ જેટલો થઈ ગયો હોવાથી ખૂબ જ ખુશ છું.
ક્રાઈસ્ટ હોસ્પિટલનાં પિડિયાટ્રિશીયન તરીકે ફરજ બજાવતા ડો. નિરવ દાવા એ જણાવ્યું કે એક દંપતિને ત્યાં લગ્નના લગભગ ૧૫ વર્ષ પછી બાળકનો જન્મ થયો હતો. અને દંપતિએ સંતાન પ્રાપ્તી માટે લગભગ ટેસ્ટટયુબ બેબીથી જન્મ થયો હતો. તેમાં તેને ૫ થી ૬ લાખનો ખર્ચો કરેલો હતો. અને લગ્નના ૧૫ વર્ષ પછી બાળકનો જન્મ થયો છે.
પરંતુ માતાને વધારે બ્લડ પ્રેશરની તકલીફના લીધે બાળકના ધબકારા અનિયમિત બન્યા હતા અને તરત જ ગાયનેકોલોજીસ્ટે ઈમોડીએટલી વીઝરીયન ઓપરેશનથી બાળકનો જન્મ કરાવવો પડયો હતો. બાળકનો જન્મ રાજકોટની આસ્થા હોસ્પિટલ મવડી પ્લોટ ખાતે થયો હતો. બાળકનાં જન્મ સમયે વજન ફકત ૭૦૦ ગ્રામ જ હતો. જે નોર્મલ બાળકનો વજન અઢી કિલોથી વધારે માનતા હોય છીએ.
બાળકની ડિલીવરી ફકત ૨૭ અઠવાડીયે ૭ મહિને જે સિઝેરીયન ઓપરેશનથી કરવામાં આવી હતી. અને જન્મ સમયે વજન ઓછો અને પ્રિમોચ્યોર હોવાને લીધે બાળકને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં એન.આઈ.સી.યુમાં સ્ફિટ કર્યું હતુ જન્મ સમયે બાળકને શ્ર્વાસની બહુ જ તકલીફ હતી. સામાન્ય રીતે જન્મેલા પ્રિમેચ્યોર બાળકોનાં શરીરનાં બધા અવયવો કચાસવાળા હોય છે.
આવા બાળકોમાં શરૂઆતમાં ખાસ કરીને શ્ર્વાસની તકલીફ રહેતી હોય છે. એની માટે અમે બાળકને શ્ર્વાસ ફુલાવા માટેનું ઈન્જેકશન આપેલું હોય છે જેને અમે સરફેકટન્ટ કહેતા હોય છીએ એ પછી બાળકને ૧૫ દિવસ વેન્ટીલેટર પર રાખેલું હતુ અને ૨૫ દિવસ ઓકિસજન પર રાખેલું હતુ જન્મના ૧૫-૨૦ દિવસ પછી જે આવા બાળકોનાં આંતરડાની કચાસને લીધે બાળકને દુધ આપતા પેટ ફુલાય જવું વારંવાર બાળક શ્ર્વાસ ફૂલી જવો બાળકને ચેપ લાગવો આવી અસંખ્ય તકલીફો રહેતી હોય છે. પરંતુ આખરે દોઢ મહિનાની સઘન સારવાર બાદ અને બહું જ મહેનત બાદ બાળક અત્યારે બિલકુલ સારૂ છે.
અત્યારે બાળક ઓકિસજન વગર છે. બાળકનો અત્યારનો વજન એક કિલોને ચારસો ગ્રામ જેવો છે અને આજે અમે બાળકને ડિસ્ચાર્જ કરવાના છીએ. અને આ રીતના ક્રાઈસ્ટમાં મળેલી સારવારથી બહુ જ સેટીસ્ફેકશન વાલીઓને મળે છે. અને ૧૫ વર્ષ સુધી બાળકને જેને ન હોતુ થયું એવા બાળકને બચાવીને મન પણ અત્યંત ગર્વ અનુભવાય છે. જયારે ઈનીશ્યલ સ્ટેજમાં અમે જે રીતે કહેતા હોય કે આરીતના બાળખોને બચવાની શકયતા બહુ જ ઓછી હોય છે. પરંતુ વાલીઓએ અમને પૂરેપૂરો સપોર્ટ રાખ્યો એમને જે અમારી ઉપર આશા રાખી હતી તે બહુ મોટી આશા હતી કેમકે આવા બાળકને બચાવવું એ મોટી ચેલેન્જ હતી કેમકે બાળક ૧૫ વર્ષ પછી આવ્યું હતુ અને હવે પછી બાળક આવવાની શકયતા બિલકુલ ન હતી.
કારણ કે માતાની ઉમર ૩૮ વર્ષ હતી એટલે એ લોકોને અમારી ઉપર બહુ જ ઉમીદ હતી. અમારે ત્યારે આવા પ્રિમેચ્યોર બાળકો આવતા હોય છે. પણ ૭૦૦ ગ્રામનું બાળક આ હોસ્પિટલમાં પહેલું છે ૯૦૦ ગ્રામ ૧ કિલોના બાળકો તો ઘણા ડિસ્ચાર્જ થઈ ને અહીથી ગયેલા છે. આવા બાળકો માટે અમે ખાસ કરીને શરીરના બધા અવયવોના રિપોર્ટ કરાવતા હોય છીએ ખાસ કરીને મગજની સોનોગ્રાફી આ બાળકની અત્યાર સુધીની મગજની ૩ સોનોગ્રાફી થયેલી છે. તે ત્રણેય નોર્મલ છે. અત્યાર સુધીમાં બાળકના મગજનો વિકાસ સારો છે. એ સીવાય તકલીફમાં બાળકનાં આંખના પડદાની કચાસ પણ રહેતી હોય છે. આ રીતે જન્મેલા બાળકોને લાંબા ગાળે અંધાપો આવી શકે બહુ વધારે પડતા નંબર પણ આવી શકે.
આ માટે આંખના પડદાની તપાસ પણ વારંવાર કરતા હોય છીએ આ બાળકની અમે આંખના પડદાની ૩ વખત તપાસ પણ કરેલી છે. તે પણ બિલકુલ નોર્મલ છે. તે ઉપરાંત હૃદયની સોનોગ્રાફી અમે જોતા હોય કે આ બાળકમાં કોઈ જન્મજાત વાલની હૃદયની તકલીફતો નથી પણ બાળકની હૃદયની સોનોગ્રાફી અમારા સેટઅપમાં કરેલી છે તે પણ નોર્મલ છે. બાળકનાં બધા જ રીપોર્ટ નોર્મલ છે. અને ભવિષ્યમાં અમુક રીપોર્ટ કરાવા પડે મગજ, કાનની તપાસ આંખના પડદાની તપાસ તે દર બે અઠવાડિયે અમે કરાવતા હોય છીએ કે તેને ભવિષ્યમાં બાળકને કોઈ તકલીફ ન થાય અને આ રીતે જન્મેલા બાળકોનું વજન ઈનીશયલી ઓછું હોય છે. પણ જો વ્યવસ્થિત સારવાર અને વ્યવસ્થિત કેર જો બાળકને મળે તો તે બીજો નોર્મલ બાળકી જેટલુ વજન અચીવ કરી લે છે.