જગતમાં ભાઇ-બહેનના સંબંધનું સ્થાન સૌથી મહાન
વિશ્વ એકતા, વિશ્વ બંધુત્વની ભાવનાઓ આપતો તહેવાર એટલે રક્ષાબંધન જગતમાં સંસારના વિવિધ સંબંધમાં ભાઇ-બહેનના સંબંધનું સ્થાન મહાન પવિત્ર અને સર્વોચ્ચ છે. બહેન માટે ભાઇ અને ભાઇ માટે બહેનએ રીતે બન્ને સ્નેહ અને પ્રેમનું પવિત્ર સરોવર છે.
સ્ત્રીમાં મંગળમયતા છે પવિત્રતા છે. પ્રસન્તા છે અને સ્ત્રી બહેન રુપે આવે રક્ષાબંધનના દિવસે આવે હાથમાં બાંધનારી રાખડી લઇને આવે દિલમાં અત્યંત પ્રેમ અને વ્હાલને શુભેચ્છાઓ લઇને આશીર્વાદ લઇને આવે ત્યારે એ દર્શનમાં અને અનુભવમાં કેટલી ધન્યતા કેટલી સાર્થકતા કેટલી પાવક શકિત હશે.
રક્ષાબંધન નો તહેવાર ધર્મ: પવિત્રતા અને સદાચારની સુવાસ અને શારીરીક રક્ષા માટેનો છે ભાઇની રક્ષા માટે બહેન દ્વારા શુભ સંકલ્પ એટલી રક્ષાબંધન બળેવ, શ્રાવણી પૂર્ણમાં માત્ર નાનકડું રેશમનું ફુલ અને તેની સાથે રહેલી રેશમી દોરી તેનું નામ રક્ષા નથી. પરંતુ એની પાછળ રહેલી ભાઇ પ્રત્યેની બહેનની દિવ્ય ભાવના એનું નામ રક્ષા છેે.