રાજકોટ ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સમક્ષ ઈન્કમટેક્ષ એકટ ૧૯૬૧ અન્વયે કરદાતાઓએ ભરવાપાત્ર તથા ટેક્ષ ઓડીટ રીપોર્ટની તારીખ લંબાવવા રજૂઆત કરાઈ હતી. જેને સરકારે સ્વીકારી હવે આઈટી ટેક્ષ ઓડીટ રીપોર્ટની કલમ ૩૦ સી તથા કલમ ૪૪ આગામી તા.૩૧ માર્ચ ૨૦૧૯ સુધી મુલત્વી રાખવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત કેન્દ્ર સરકારે સ્વીકારી લેતા હવે ૨૦ ઓગષ્ટ ૨૦૧૮ અને ત્યારબાદ પરંતુ ૧ લી એપ્રીલ ૨૦૧૯ પહેલા ભરવા પાત્ર થતા ટેસ્ટ ઓડીટ રીપોર્ટમાં પણ કલમ ૩૦ સી તથા કલમ ૪૪ દર્શાવવી જરૂરી નથી જેથી કરદાતાઓને ટેકસ ઓડીટમાં વધુ રાહત મળશે.