મહિલા દ્વારા ખોટી ફરિયાદ કરાયાનો ગ્રામજનોનો આક્ષેપ : હોસ્પિટલને તાળાબંધી
મોરબી તાલુકાના જેતપર ગામના સરકારી તબીબ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ ખોટી હોવાનો આરોપ લગાવી ગામ સમસ્ત દ્વારા સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યો ચજે અને ડોકટર વિરુદ્ધ ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે સરકારી આરોગ્યકેન્દ્રને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતી અનુ. જાતિની એક મહિલા જેતપરના સરકારી દવાખાને ચેકઅપ માટે જતા સરકારી ડોકટર ડેનિશ વરસાણીયાએ સારવાર કરવાને બહાને તેની છેડતી કરી હોવાનો આરોપ લગાવી જાતીય સતામણી અને જાતિપ્રત્યે હડધૂત કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકરણમાં મોરબી તાલુકા પોલીસમાં આરોપી ડોકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવતા આજે જેતપર ગામ સમસ્ત દ્વારા ઘટનાના વિરોધમાં ગામ સ્વયંભૂ બંધ રાખી ગામની સેવામાં સતત ખડેપગે રહેતા ડોકટર વિરુદ્ધ થયેલી ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં ગ્રામજનો દ્વારા સજ્જન ડોકટર વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ્દ કરવાની માંગ સાથે ગામ બંધ રાખી સામુહિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી પણ કરી હતી.