રાજબબ્બર, શંકરસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહેશે
લાખોની સંખ્યા ધરાવતાં સોના ચાંદી કામ સાથે સંકળાયેલ સુવર્ણકારોમાં એકતા સંગઠન વધુ મજબુત બને, ધંધા વેપારનો વિકાસ થાય તે અંગે ર લાખથી ઓછી આવક ધરાવનાર સુવર્ણકારોને ઇ.બી.સી. ના લાભો મળે, ચોરીના માલની રીકવરી વખતે હોઇકોર્ટનો ચુકાદા મુજબ વર્તવા ને બદલે થતી હેરાનગતિ વિગેરે મુદ્દાઓ વિષે મહાનુભાવોના વકતવ્ય અને દિશા સુચન મુજબ આગળ ઉ૫રના કાર્યક્રમમો આપવા માટે એડ વિરાટ મહાસંમેલન આગામી રવિવાર તા. ૨૩-૪-૧૭ ને સાંજે પ વાગ્યે કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં સોની સમાજનું ગૌરવ સુવર્ણકાર ફિલ્મ એકર સંસદસભ્ય યુ.પી. કોંગ્રેસના અઘ્યક્ષ રી રાજબબબર, ગુજરાત રાજય વિભાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી વાઘેલા, અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ, રાજકોટ ના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરુ, અખીલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ શશીકાન્તભાઇ પાટડીયા અખીલ ભારતીય સ્વર્ણકાર વિચાર મંચના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી બનવારી સોની રાષ્ટ્રીય શ્રી સંગીતાબેન સોની, મહામંડળના મંત્રી હરુભાઇ ઝવેરી, રાજકોટ સોની સમાજના પ્રમુખ દીનુમામા, માજી સંસદ સભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીયા કોગ્રેસ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, ગોપાલભાઇ અનડકટ, જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, વશરામભાઇ સાંગઠીયા, તેમજ નડીયાદ મનહર સોની, અમરેલીથી નવીનભાઇ સોની સહીતના ઉપસ્થિત રહેશે.
સોની ચાંદી કામ સાથે સંકળોલ કારીગરોને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે આર્ટીજન કાર્ડ આપવામાં આવે છે. જે સુવર્ણકારો માટેનું ગવમેન્ટ ઓળખકાર્ડ છે આ કાર્ડ ધરાવનારની આમઆદમી વીમા યોજના હેઠળ ‚ા ૬૦,૦૦૦ નો સ્વાભાવિક મૃત્યુ વિમો તથા ૧,૫૦,૦૦૦ અકસ્મ્ાત મૃત્યુ કે કાયમી અપંગતા વિમો કવર થાય છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા વિમાયોજના (ચકખથ) હેઠળ ‚ા ૩૦,૦૦૦ સુધીનો મેડીકલેમ ‚ા૫૦,૦૦૦ થી લઇને ‚ા ૧૦ લાખ સુધીનું આર્ટીજન ક્રેડીટ કાર્ડ (મુદ્વાકાર્ડ) મુદ્દાલોન વાજપેયી, બેન્કલોન વિગેરે સરળતાથી મળી શકે છે. તેમજ આર્ટીજન કાર્ડ ધરાવનાર ને ગવમેન્ટના લાગતા મેળાવડાઓમાં વ્યાજબી ભાડા ઉ૫ર સ્ટોલ મળી શકે છે. આવા લાભો સુવર્ણકારોને મળે તે માટે રાજકોટ ખાતે નવે ૨૦૧૬ માં હજારો સુવર્ણકારોને આર્ટીજન કાર્ડ ફોર્મ ભરાવવામાં આવેલ જે સરકાર તરફથી સંસ્થાને મળેલ છે. જેનું વિતરણ આ મહા સંમેલનમાં મહાનુભાવોના વરદ્દ હસ્તે કરવામાં આવશે.