૫-જી નેટવર્કની અમલવારી માટે રોડમેપ તૈયાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનીકેશન જવાબદારી સંભાળશે.

ડચકા લેતી ઈન્ટરનેટ સ્પીડને વેગ આપવા ભારતમાં ૫-જી નેટવર્ક માટેનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં ૫-જી નેટવર્કની નીલામી માટેની પોલીસીનું ઘડતર થશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનીકેશન દ્વારા દેશભરમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ નેટવર્કની જ‚રતો પૂર્ણ કરાશે. જોકે સપ્ટેમ્બર ૨૦૧૭ થી જ આ કમીટીની યોજના ૫જી નેટવર્ક લોન્ચ કરવાની હતી.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનીકેશનના અધિકારીઓની પેનલે ૫-જી કનેકશનની અમલવારી માટે એકસપર્ટ કમીટીની રચના કરવાની સલાહ આપી હતી.માટે હવે ૫-જી પ્રોગ્રામ ઓફીસ અંતર્ગત ડોટ સ્પેશીયલ પ્રોગ્રામ મોનીટરીંગ કોર્ડીનેટરોની મદદ લેશે પેનલના ચેરમેન એ.જી. પોલરાજે જણાવ્યું હતુ કે ૫જી નેટવર્ક સમાજમાં કૃષિ ઉદ્યોગ, શિક્ષણ, પબ્લીક સેફટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા તમામ ક્ષેત્રે ખૂબજ ઉપયોગી બનશે. હાલ ભારતમાં રિલાયન્સ જીયો આવતા લોકોને ૪-જી નેટવર્કની સુવિધા મળી છે. ત્યારે ટેકનોલોજી અને અત્યાધુનીકરણ માટે ૫જીની અમલવારી માટેની તૈયારીઓ કરી સરકાર વિકાસના પંચે ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.