નેચરલ કન્ડીસનર એલોવેરા વાળને સ્મૂથ, બાઉન્સી બનાવે છે
કુવરપાટુ તરીકે ઓળખાતા એલોવેરામાં એન્ટી વાઈરલ અને એન્ટી બેકટીરીયલ ગુણોને કારણે ઘણા બ્યુટી પાર્લરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા વાળ અને ત્વચા માટે કોઈ ઔષધીથી કમ નથી ડાયાબીટીસ,વજન ઘટાડવાથી લઈને હેરકેર સુધી એલોવેરામાં હેલ્થી બેકટેરીયા રહેલા છે.
જે ખૂબજ ઝડપી અને અસરકારક હિલિંગ પ્રોપર્ટીસ ધરાવે છે એલોવેરામાં જેટલા વધુ વિટામીન અને મિનરલ્સ હશે તેટલાજ વધુ ફાયદાકારક નીવડશે. આપણી ત્વચા માટે એલોવેરા જેલ વરદાન સ્વરૂપ છે. એલોવેરાને ઉપયોગમાં લેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કે વાળ કે ત્વચામાં તેને ડાયરેકટ લગાવો અથવા રોજ સવારે ખાલી પેટે એલોવેરા જયુસ પીવાનું રાખો.
ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ:- ડ્રાય સ્ક્રીન માટે એલોવેરા જેલમાં ચપટી હળદર, ચમચી મધ, દુધ અને થોડા ટીપા ગુલાબ જળ મિકસ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ત્વચા પર લગાવી ૨૦ મીનીટ સુધી રહેવા દો, આવું નિયમિત કરવાથી સ્ક્રીન ગ્લોઈગ બને છે.
ખીલના દાગ દૂર કરવા માટે એલોવેરાને વોલનટ અને મધ સાથે ભેળવીને લગાવો, મધ અને જેલમાં રહેલા એન્ટી ઓકસીડન્ટ સ્કીનને સ્મૂથ કરવાની સાથે સ્વચ્છ પણ કરશે. કાકડીનું જયુસ, પોગર્ટને રોસ ઓઈલને મિકસ કરી ૨૦ મીનીટ સુધી આ પેસ્ટને લગાવી રાખવાથી સેન્સીટીવ સ્ક્રીન ધરાવતા લોકો માટે ફાયદાકારક બને છે. જો તમે સ્ક્રબ બનાવવા માંગતા હોય તો.
અડધો કપ એલોવેરામાં એક કપ ખાંડ અને બે ચમચી લીંબુનો રસ ભેળવી સ્ક્રબ કરવાથી ૩૫ સ્ક્રીન સેલ્સ સ્વચ્છ બને છે. આ સ્ક્રબ શરીર ઉપરાંત ચહેરા પર પણ લગાવી શકાય છે. વાળ માટે એલોવેરાનો ઉપયોગ:- વાળ સ્વસ્થ ત્યારેજ બને છે. જયારે સ્કાલ્પ સ્વચ્છ હોય, એલોવેરામાં રહેલા પ્રોટીથોલીટીક એન્ઝાઈમ તળીયાની ડેડ સ્ક્રીનને રિપેર કરે છે.
આ ઉપરાંત તે એક કંડીશનરની જેમ કામ કરે છે. એલોવેરા જેલ ડેન્ડરફ રિમુવલ, તરીકે પણ ઉપયોગી બને છે. એલોવેરા હેર માસ્ક બનાવવું એકદમ સરળ છે. એલોવેરા જેલને કોપરેલ તેલમાં મિકસ કરી આખી રાત લગાવી રાખો. અને સવારે હેરવોશ કરવાથી તમને સ્મૂથ સ્ટ્રોંગ અને બાઉન્સી હેર મળશે.