૬૫ જેટલા વિઘાર્થીઓને સન્માનવા સહિતના કાર્યક્રમો યોજાયા
મહર્ષિ ચરક આયુર્વેદના મુળ આધાર ગ્રંથોમાંના એક ચરક સંહિતાના રચયિતા છે. તેઓ શેષનાથનો અવતાર હતા તેથી તેમની જન્મ જયંતિ શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગ પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્ર્વ આયુર્વેદ પરિષદ દ્વારા આ વર્ષે ચરક જયંતિ આખા ગુજરાતમાં એક સપ્તાહ સુધી ઉજવવામાં આવી. જે દરમિયાન આખા સપ્તાહમાં રોજે રોજ ચરક આધારિત સ્પર્ધાઓ જેવી કે આયુર્વેદ કલ આજ ઔર કલ વિષય પર નિબંધ સ્પર્ધા વ્યાય આઇ એમ ઇન આયર્વેદ વિષય પર વકતૃત્વ સ્પધાં નાગ પંચમીના દિને ચરક પૂજન, આયુર્વેદ નું વૈશ્ર્વિકરણ પર પોસ્ટર સ્પર્ધા ચરક મહિમા વિષય પર કાવ્ય સ્પર્ધા ચરક સંહિતા આધારિત કિવઝ સ્પર્ધા ગુજરાતભરમાં આયર્વેદ કોલેજો ખાતે યોજવામાં આવી જેમાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે આવેલ કુલ ૬૫ જેટલા વિઘાર્થીઓનું સમાપન સમારોહમાં સટિફીકેટ અને મહર્ષિ ચરકના ફોટોગ્રાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું પરિષદના ઉપાઘ્યક્ષ અને કાર્યક્રમના સચિવ વૈદ્ય અનુપ ઇન્દોરિયાએ જણાવ્યું કે સમાપન સમારોહમાં કાર્યક્રમના સંયોજક વૈદ્ય ગૌરાંગ જોશી, આયોજન સમીતીના અઘ્યક્ષ વૈદ્ય દેવેશ જોશી, જામનગરથી પધારેલ આયુર્વેદ વ્યાસપીઠના પ્રદેશાઘ્યક્ષ વૈદ્ય હિતેશ જાની, વૈદ્ય પુલકિત બક્ષી, વૈદ્ય નીરજ મહેતા, વૈદ્ય સમીર ગઢીયા, વૈદ્ય શીતલ ભાગીયા અને અન્ય વૈદ્ય અન્ય વૈદ્ય મિત્રોએ કાર્યક્રમને નિષ્ઠાપૂર્વક સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
વિશેષ અતિથિ તરીકે રાજકોટના જાણીતા ઉઘોગપતિ તથા સંઘના ગુજરાત પ્રાંતના સંચાલક શ્રી મુકેશભાઇ મલકાન ઉ૫સ્થિત રહ્યા હતા તેમણે વૈદ્ય નીરજ મહેતાના પુસ્ક શેઢે ઊગ્યું આયુર્વેદ અને વૈદ્ય રામતીર્થ શર્માના અષ્ટાંગ હ્રદય એવ મૌલિક સિઘ્ધાંત કી ગરીમા ટીકાનું વિમોચન કર્યુ હતું. અને અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ આયુર્વેદ કોન્ફરન્સની પ્રથમ એનાઉન્સમેન્ટ કરી હતી. ગાંધીનગર ફુડ એડ ડ્રગના વૈદ્ય કમલેશ ભટ્ટ અને વૈદ્ય રામતીર્થ હિન્દી અને સંસ્કૃતમાં ગીતની પ્રસ્તુતિ સાથે પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો. જેમાં વૈદ્ય શેખર શર્માએ ગિટાર વગાડયું હતું. કાર્યક્રમ દરમ્યાન વૈદ્ય નીરજ મહેતા, વૈદ્ય મહેશ ગુપ્તા, વૈદ્ય પવન શર્મા, વૈદ્ય જયપાલસિંહ વૈદ્ય નરેશ જૈન વગેરેને પરિષદના કાર્યકારીણી સભ્યો તરીકે આવકારવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વૈદ્ય કેતન ભીમાણી વૈદ્ય અતુલ સતાસીયા, વૈદ્ય દ્રષ્ટિદેવ સાહુ, વૈદ્ય યતીનભાઇ ગરૈયા કોલેજના આચાર્ય જેને સાહેબ વૈદ્ય ગગન ધાકડ, વૈદ્ય મહિપતસિંહ વૈદ્ય નીરવ ઉપરાંત જાપાનના ડો. શિહો ઓઇકાવા જે જામનગરમાં એમ.ડી. આયુર્વેદ કરી રહ્યા છે. તે પણ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહ્યા હતા.