સુપ્રીમના આ આદેશને પગલે અન્ય ડિફોલ્ટ રિયલ્ટી ફોર્મને એક મજબુત સંકેત મળશે
સુપ્રીમ કોર્ટે પૂર્વ દિલ્હી કોર્ટના જજ એસ. એન. ઢિંગરાની અધ્યક્ષતામાં એક પેનલનું નિર્દેશન કર્યું જે રિયલ એસ્ટેટ પ્રમુખ યુનિટેક લિમિટેડના માલિકોની અગણિત સંપતિઓનું વેચાણ કરીને તેમની સ્કીમમાં ઘર ખરીદનાર લોકોને પૈસા પરત કરવામાં આવે. જેલની હવા ખાઈ રહેલા સંજય ચંન્દ્રા અને તેના ભાઈની સંપતિ વેચીને હવે પૈસા ભરપાઈ કરવામાં આવશે.
કોર્ટે પેનલને જણાવ્યું કે, યુનિટેક ૭૫૦ કરોડ રૂપિયા જમા કરવામાં નાકામ રહી છે અને ત્યારબાદ જ તેની સાથે જોડાયેલી કંપની રિયલ્ટીફર્મ યુનિટેકના ડાયરેકટરની વ્યકિતગત સંપતિની હરાજી શરૂ કરી. સુપ્રીમ કોર્ટે આ નવીનતમ આદેશ મહત્વપૂર્ણ છે કેમ કે પહેલીવાર સુપ્રીમ કોર્ટ દ્વારા કંપનીની આગવી સંપતિની હરાજીનો આદેશ આપવામાં આવ્યો છે અને આ અન્ય ડિફોલ્ટર્સ કે નાદારી નોંધાવતા રિયલ્ટી ફર્મના લોકો માટે દાખલારૂપ બની રહેશે. આ અગાઉ પણ અદાલતે યુનિટેકની આગ્રામાં આવેલી સંપતિઓની હરાજીનો આદેશ આવ્યો હતો પરંતુ હવે સીજેઆઈ દિપક મિશ્રા અને એએમ ખાનવકર અને ડીવાય ચંદ્રમુડની બેંચે સમિતિને યુનિટેક નિર્દેશકોની અગણિત વ્યકિતગત સંપતિની હરાજીનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે કલકતામાં યુનિટેકની બે ઈમારતોની હરાજીને હરી ઝંડી આપી દીધી છે. જેમાંથી લગભગ ૧૧૬ કરોડ રૂપિયા આવવાની સંભાવના છે. આ બે પ્લોટમાંથી એક પ્લોટ ખરીદવામાં એક ઉધોગપતિએ રૂચી બતાવી છે તો કોર્ટે પણ આ ખરીદારને ૫૦ લાખ રૂપિયા રજિસ્ટ્રીમાં જમા કરાવવા કહ્યું છે. મહત્વનું છે કે યુનિટેકે સમગ્ર દેશમાં ૭૪ રહેણાંક યોજના શરૂ કરી હતી જેમાંથી માત્ર ૧૩ સ્કીમ જ પુરી થઈ છે. કંપનીને અત્યાર સુધીમાં ૧૬,૨૯૯ ફલેટનું વિતરણ નથી કર્યું જેના માટે ગ્રાહકોએ ૭,૮૧૬ કરોડ રૂપિયા ચુકવ્યા છે.