ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ લોકો મોંઘવારીના પણ રોદણા રોઈ રહ્યા છે ત્યારે મંદી અને મોંઘવારીને માર આપી રાજકોટવાસીઓએ છેલ્લા ૧૩૧ દિવસમાં ૨૪,૩૧૫ નવા વાહનોની ખરીદી કરી છે.
જેના થકી કોર્પોરેશનને વાહન વેરા પેટે અધધધ કહી શકાય તેટલી રૂ.૬.૧૯ કરોડની આવક થવા પામી છે.ગત ૧લી એપ્રિલ થી ૧૯ ઓગસ્ટ સુધીમાં શહેરમાં ૨૪,૩૧૫ વાહનોનું વેચાણ થયું છે.જેમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરોની સંખ્યા સૌથી વધુ ૧૯,૯૨૨ છે.
જયારે સીએનજી સંચાલિત ૬૬૬ થ્રી-વ્હીલર વાહન, ડીઝલથી ચાલતા ૧૩૨ થ્રી વ્હીલર, પેટ્રોલથી ચાલતા ૫૬ થ્રી વ્હીલર, સીએનજી સંચાલિત ૭૮, સીએનજી કાર, ડીઝલથી ચાલતી ૯૮૫ કાર, પેટ્રોલથી ચાલતી ૨૦૬૯ કાર, સીએનજી સંચાલિત અન્ય બે ફોર વ્હીલર, ડીઝલથી ચાલતા અન્ય ૨૪૨ ફોર વ્હીલર, પેટ્રોલથી ચાલતા અન્ય ૩ ફોર વ્હીલર, ડીઝલથી ચાલતા ૫૯ સીકસ વ્હીલર અને અન્ય ૧૪ વાહનોનું વેચાણ છેલ્લા ૧૩૧ દિવસ દરમિયાન થયું છે. જેના થકી મહાપાલિકાને છેલ્લા સાડા ત્રણ માસમાં વાહન વેરા પેટે રૂ.૬.૧૯ કરોડની આવક થવા પામી છે.