પ્રતિમા સાફસુફ કરતા શખ્સે ચશ્મા ઉતાર્યા બાદ ફરી પેરાવતા ભુલી ગયો
સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરાયા અંગેનો પોલીસમાં ગુનો નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ખડીયાપરાના ખાટકી શખ્સને ધરપકડ કરી ચશ્મા કબજે કર્યા છે.
દેશના બંધારણના ઘડવૈયા ભિમરાવ આંબેડકરની પ્રતિમાી કોઈ અજાણ્યા શખ્સે ચશ્માની ચોરી કર્યા અંગેની અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેનો કૃત્યની શ્રેયસ સોસાયટીમાં રહેતા અમીતભાઈ ભરતભાઈ ચોલેરાએ એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ચેડા કરતા ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી દહેશત સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એ-ડીવીઝન પોલીસ સ્ટાફને તાત્કાલીક ભેદ ઉકેલવા આપેલી સુચનાના પગલે પીઆઈ એન.કે.જાડેજા, પીએસઆઈ એસ.વી.સાખડા, એએસઆઈ શિવરાજસિંહ જાડેજા, ભરતસિંહ ગોહિલ અને વિજયસિંહ સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હા ધરતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને દરરોજ સાફસૂફ કરતા રુખડિયાપરાના મહેબુબ ગની ભાડુલા નામના ખાટકી શખ્સ જોવા મળતા તેને હોસ્પિટલ ચોકમાંથી જ ઝડપી પુછપરછ કરતા ગઈકાલે દાના નશામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાફસુફ કરવા માટે ચશ્મા ઉતાર્યા બાદ ફરી પ્રતિમાને ચશ્મા પહેરાવવાનું ભુલી ગયો અને ચશ્મા પ્રતિમા પાસે જ રાખ્યા હોવાની કબુલાત આપતા પોલીસે ચશ્મા કબજે કરી મહેબુબ ગની ભાડુલાની ધરપકડ કરી છે.