ડાઈંગ એસોસીએશનના ત્રણ કોમન ઈન્ફલુયેન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતે અધિકારીઓ
જેતપુર શહેરના સાડી ઉદ્યોગનો પ્રદૂષણના મુદ્દે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી અને પ્રદૂષણ બોર્ડ દ્વારા ૧૫ દિવસની અસરથી જેતપુર સાડી ઉદ્યોગને ક્લોઝરનું જે ડાયરેકશન આપવામાં આવ્યું છે તેની તપાસ માટે પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યોં.જેતપુર સાડી ઉદ્યોગના હમણાં માઠા દિવસો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પેલા નોટબંધી ત્યાર બાદ જીએસટી પછી ટ્રક હડતાલનો અને હવે મંદીનો માહોલ એટલે સતત સંઘર્ષ ભોગવતા સાડી ઉદ્યોગ માથે હવે હાથના કર્યા હૈયે વાગ્યા તેવો ઘાટ થયો છે વર્ષોથી કલર કેમીકલ યુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડી આખી ભાદરને પ્રદૂષિત કરી નાખી જેમાં વખતોવખત હાઇ કોર્ટમાં પ્રદૂષણ વિરૂધ ફરિયાદો પણ થઈ છેઅને કોર્ટ દ્વારા પણ વખતોવખત ડાઇંગ એસો.ની પ્રદૂષણ બાબતે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી પ્રદૂષણ નિવારણ માટે જુદાજુદા હુકમો પણ કરેલા પરંતુ ડાઇંગ એસો. અત્યાર સુધી તમામ હુકમોને ઘોળીને પીય જ ગઈ છે પરંતુ આ વખતે ધોરાજીના ધારાસભ્ય દ્વારા પ્રદૂષણ બાબતે આંદોલન કર્યું તેમજ એક સામાજિક કાર્યકર દ્વારા હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હોવાથી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પણ પોતાની પ્રતિભા સ્વચ્છ દેખાડવા માટે આજે પોતાની સભ્ય સચિવ કે સી મિસ્ત્રીની ટીમ જેતપુર ખાતે મોકલી જે ટીમ ભાદર ડેમ -૧ કે જ્યાં સ્વચ્છ પાણી છે ત્યાંથી પોતાનું ચેકિંગ ચાલુ કર્યું અને નદીમાં ક્યાંથી પ્રદૂષણ શરૂ થાય છે તેની નોંધ કરી ડાઇંગ એસો.ના ત્રણ કોમન ઇન્ફ્લુયેન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી )ની મુલાકત લીધી