લોકોને બજારભાવ કરતા અંદાજે ૩૦ થી ૮૦ ટકા રાહત ભાવે મળશે દવાઓ
દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર અંતર્ગત જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને રાહત ભાવે દવા મળી રહે તેવા હેતુી સુરેન્દ્રનગર ખાતે અલગ અલગ વિસ્તારોમાં બે જન ઔષધિ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું..આ તકે ઉપસ્તિ સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રજુ યેલ નવી આરોગ્ય નીતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સ્પર્શતી બાબતોને પ્રાધાન્ય આપેલ છે. તે અનુસાર મધ્યમ વર્ગના લોકોને સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુકત દવાઓ રાહતદરે મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર શરૂ કરેલ છે. આ ઔષધી સ્ટોરમાંી જરૂરીયાતમંદ વ્યક્તિઓ બજારમાંી મળતી દવાઓ કરતા સસ્તી અને રાહત દરે દવાઓ મેળવી શકશે. જેનરિક દવાઓના માધ્યમી છેવાડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની રાજય સરકારની નેમ છે. કાર્યવાહક અધ્યક્ષ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકાર માળખાકીય સુવિધાની સો સમાજને સમૃધ્ધ કરવાની દિશામાં પણ કામ કરી રહી છે. છેવાડાનો ગરીબ નાગરિક સમૃધ્ધ શે તો સમાજ સમૃધ્ધબનશે. રાજય સરકાર દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધીમાં ૭૯ જેનરિક દવાઓના સ્ટોર વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે જેનરિક દવાની કિંમત એ બ્રાન્ડેડ દવાની સરખામણીમાં ખુબ જ ઓછી હોય છે. રાજયની પ્રજાવત્સલ સરકારે ગરીબો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. મા કાર્ડ, મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ જેવી સવલતો પુરી પાડી દીનદયાળ ઉપાધ્યાય પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક વધારાની સવલત ઉભી કરી છે.
સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલ સામેની ગલીમાં અને જીન કમ્પાઉન્ડ ખાતે શરૂ યેલ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજા તેમજ ઉપસ્તિ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય તેમજ રીબીન કાપી ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અગ્રણી શીલાબા ઝાલા, ચંદ્રશેખરભાઇ દવે, વનરાજભાઇ પરમાર, ધનરાજભાઇ કેલા, વિપીનભાઇ ટોલીયા, વિરેન્દ્રભાઇ આચાર્ય, મનહરસિંહ રાણા, પી.કે. સિંધવ, અમૃતભાઇ ડાભી, જગમલભાઇ પરઘીયા, પ્રતિકસિંહ રાણા, પરેશભાઇ રાવલ સહીત પદાધિકારીઓ અને શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહયા હતાં.