યુનિવર્સિટીના સ્વિમીંગ પુલનો વધારાનો ૨ કરોડનો ખર્ચ નામંજૂર, જયાં સુધી કમિટીને સંતોષ નહીં થાય ત્યાં સુધી વધારાનો ખર્ચ મંજૂર કરવામાં નહીં આવે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વીમીંગ પુલ બનાવવા રૂ.૭ કરોડના બદલે રૂ. ૯.૨૫ કરોડનો ખર્ચ કરી નાખવા બદલ ગત સપ્તાહ દરમિયાન એસ્ટેટ કમીટીની બેઠક મોકુફ રાખવામાં આવી હતી જે બેઠક ગઈકાલે મળી હતી જો કે કોન્ટ્રાકટર હાજર ન રહેતા બેઠક ફરીથી અધુરી રહી હતી અને આજરોજ આ બેઠક ફરીથી મળનાર છે ત્યારે હાલના તબકકે તો સૌ.યુનિ.ના સ્વીમીંગ પુલનો વધારાનો ૨ કરોડનો ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પ ઉપર છેલ્લા પાંચ દરમિયાન આડેધડ બાંધકામ ખડકી દઈ યુનિ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચનું આંધણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.માં સ્વીમીંગ પુલ માટે ૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાકટરે સ્વીમીંગ પુલ પાછળ ૯.૨૫ કરોડનો ખર્ચ દર્શાવતા વધારાનો ખર્ચ કોની મંજુરીથી કરવામાં આવ્યો તેની વિગત કોન્ટ્રાકટર પાસે માહિતી મંગાવવામાં આવી છે. ગઈકાલની એસ્ટેટ કમીટીની બેઠકમાં એકપણ કોન્ટ્રાકટરના માણસો હાજર રહ્યાં ન હતા. એસ્ટેટ કમીટીની બેઠક અધુરી રહી હતી કોન્ટ્રાકટર દ્વારા વિગતો આવ્યા બાદ જસ્ટીફીકેશન રજૂ કરી ર્ડ પાર્ટીને ઈન્પેકશન કરાવવામાં આવશે અને કમીટીને જયાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી વધારાનો ખર્ચ નામંજૂર કરવામાં આવશે.