જેસીઆઈ સિલ્વર દ્વારા યોજાઈ સ્પર્ધા: ૬૦ બાળકોને પાંચ કેટેગરીમાં ઈનામ અપાયા
જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી ૬૦ જેટલા બાળકો વિજેતા થયા હતા. ટવીન્સ બાળકો માટે પણ અલગ કોમ્પીટીશન રાખવામાં આવી હતી. વિજેતાઓને પાંચ કેટેગરીમાં ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેસીઆઈ રાજકોટ સિલ્વરનાં પ્રેસીડેન્ટ જે.સી.રાકેશ વલેરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષથી હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ સ્પર્ધામાં ૪૦૦ બાળકોએ ભાગ લીધો હતો અને ૬૦ જેટલા વિજેતા બાળકોને હેમુગઢવી હોલ ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૦ બાળકો એપ્રીસીએશન એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. તમામ કાર્યક્રમો જેસીઆઈ રાજકોટ સિલ્વર ટીમ, પાસ્ટ પ્રેસીડેન્ટ પણ સહભાગી બન્યા હતા.
હેલ્ધી બેબી કોમ્પીટીશનના પ્રોજેકટ ચેરમેન અતુલભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેસીઆઈ રાજકોટ સિલ્વર હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં ૪૦૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમનું ચેકઅપ જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે થયેલું હતું. ઉપરાંત ચેકઅપ બાદ વિજેતા થનાર બાળકોનું એવોર્ડ સેરેમની હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવી હતી. જેમાં ૬૦ થી વધારે બાળકોને અલગ-અલગ પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.