ભાવનગરથી ૨૫૦ વીવીપેટ ૪૦૦ બેલેટ યુનિટ સહિતનો જથ્થો આવતા સ્ટ્રોંગમમાં રખાયા
રાજકોટ જિલ્લામાં ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ચુંટણીપંચની સુચના અન્વયે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ભાવનગરથી ઈવીએમ અને વીવીપેટનો જથ્થો સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજકોટ લાવવામાં આવ્યો છે અને આજે ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.
જિલ્લા ચુંટણી તંત્રના સતાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જસદણ વિધાનસભા બેઠક ખાલી પડતા આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ચુંટણી યોજવામાં આવે તેવા સંકેતો વચ્ચે રાજય ચુંટણીપંચની સુચનાથી નાયબ જિલ્લા ચુંટણી અધિકારી ધાધલની ટીમ દ્વારા ભાવનગરથી ઈવીએમ અને વીવીપેટનો જથ્થો સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજકોટ લાવવામાં આવ્યો હતો.
વધુમાં ભાવનગરથી ચુંટણી તંત્ર દ્વારા ૪૦૦ બીયુ, ૧૫૦ સીયુ અને ૨૫૦ વીવીપેટ મશીન લાવવામાં આવ્યા છે અને આજે પુરતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સ્ટ્રોંગ મમાં રાખવામાં આવ્યા હતા.