કેરળમાં ભારે વરસાદ અને પુરથી જાનમાલની ભારે નુકશાન પહોંચ્યું છે. બે લાખી વધુ લોકો બેઘર બની ગયા છે ત્યારે કેરળમાં ભારે વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યાં છે. જેને લઈ દેશભરની અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કેરળમાં પીડીતોની મદદ પહોંચ્યા છેત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કેરળના પુરગ્રસ્તો લોકોની વ્હારે છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેરળના પુરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવે, રજીસ્ટ્રાર ધીરેન પંડયા અને યુનિવર્સિટીના નીતુબેન કનારા દ્વારા આ મુહીમ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમજ દરેક ભવનના વિર્દ્યાથીઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું અને આ બધુ જ ફંડ કેરળના પુરગ્રસ્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.
Trending
- PAN 2.0: QR કોડ સાથેનું નવું PAN કાર્ડ, જાણો તેમાં શું છે ખાસ, કેટલો ચાર્જ લાગશે?
- માત્ર 5 મિનિટ સુધી ઊંડો શ્વાસ લેવો એ શરીર માટે ‘સૌથી શક્તિશાળી દવા’
- IPL મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી
- ICSE વર્ગ 10 બોર્ડ પરીક્ષા 2025: તારીખથી લઈને સંપૂર્ણ ટાઈમટેબલ વિશે…
- ઈન્ડિયન મેડિકલ એસો.ના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ડો.દીપેશ ભાલાણીની વરણી
- આઇસીએ ગ્લોબલ કોન્ફરન્સનો આરંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- વૃક્ષો ,નદી ,પ્રકૃતિના તમામ તત્વો બોલે છે પણ આપણે સાંભળી શકતા નથી: પૂ. મોરારિબાપુ
- પાઈન નટ્સ આર્થરાઈટિસના દુખાવામાં રામબાણ ઈલાજ, તેને રોજ ખાવાથી મળશે આટલા ફાયદા