જિલ્લા પુરવઠા અધિકારી અને મભયો ના.કલેકટરને ૨૧ થી ૨૩ જૂનાગઢ વિશેષ ફરજ સોંપાઈ
આગામી તા.૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોય સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અધિકારીઓને જુનાગઢ ખાતે વિશેષ ફરજ સોંપવામાં આવી છે. જે અન્વયે રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી અને મઘ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરને પ્રોટોકોલની વિશેષ ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ સિવિલ હોસ્પિટલના લોકાર્પણ તેમજ અન્ય કાર્યક્રમો માટે આવી રહ્યા હોય તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સચિવાલયના અધિકારીઓને જુનાગઢ ખાતે વિશેષ ફરજ સોંપવામાં આવી છે.
વધુમાં વડાપ્રધાન મોદીની જુનાગઢ મુલાકાતને લઈ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી જોષી અને મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર પટેલને પ્રોટોકોલની વિશેષ ફરજ સોંપવામાં આવી છે અને ૨૧ થી ૨૩ તારીખ સુધી તેઓને જુનાગઢ ફરજ બજાવવી પડશે.