ભારત માતાના પનોતા પુત્ર, હિન્દુસ્તાનની રાજનીતીના મહાનાયક અને અજાત શત્રુ સમાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને ભાંવાંજલી આપવાનો એક ખુબ જ હ્રદય સ્પર્શી કાર્યક્રમ રાજનૈતિક અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ દ્વારા આયોજીત થયો હતો. વિશાળ સંખ્યામાં અગ્રણીઓ સ્વ. અટલજી ને ભાવપૂર્ણ અંજલી આપી લાગણી વ્યકત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરા, પૂર્વ કેબીનેટ પ્રધાન ઉમેશ રાજયગુરુ, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયા અને મુકેશભાઇ ડાંગર તથા ગુજરાત સરકારના નિયુકત સિન્ડીકેટ સભ્ય ભરત રામાનુજ, વરીષ્ઠ જીલ્લા ઉઘોગસેલના કવીન્ટર દિપકભાઇ મદલાણી, રોટરી કલબના પ્રમુન બાનુબેન ધકાણ તેમજ ગૌરવ શાહ સહીતના અગ્રણીઓની વિશિષ્ટ ઉ૫સ્થિતિવાળા આ ભાવાંજલી કાર્યક્રમમાં અગ્રણી શિક્ષણવિદો, વ્યાપારી અગ્રણીઓ, સ્વૈચ્છીક સંગઠનના પ્રતિનિધિઓ, રેલવે, વીજળી, બેંક, કર્મચારી મહામંડળ તેમજ રાજય અને કેન્દ્રના વિવિધ એકમોના કર્મચારી યુનિયન અગ્રણીઓએ સ્વ. અટલજીને ભાવાંજલી અર્પણ કરી હતી.
પ્રારંભે કેબીનેટ પ્રધાન ઉમેશ રાજયગુરુએ જણાવ્યું હતું કે અટલજી હિન્દુસ્તાનની રાજનીતીના એક અજાગ શત્રુ સમાન હતા અને રાજકોટ સાથેનો તેઓનો અતૂટ નાતો રહેલો છે.
આ પ્રસંગે પ્રથમ મહીલા મેયર ભાવનાબેન જોષીપુરા, રોટરી કલબના હોદેદારો સમસ્ત બ્રહ્મસમાજના ઉપાઘ્યક્ષ અને વરીષ્ઠ ધારાશાસ્ત્રી, પ્રશાંતભાઇ જોશી, વિવિધ કોલેજના પ્રિન્સીપાલ યોગેશભાઇ ચુડાસમા, સહદેવસિંહ ઝાલા, ફાલ્ગુનીબેન શાસ્ત્રી, રેલવે યુનિયન અગ્રણીઓ મહેશભાઇ છાયા અને રાજેશભાઇ મહેતા, કર્મચારી મહામંડળના રાજય અગ્રણી ગૌતમભાઇ મુલચંદાણી, ડો. નીલાબેન શાહ, ઉમીયા યુવા ગ્રુપના લલીતભાઇ હુડકા, હવેલી યુવક મંડળના જીજ્ઞેશભાઇ વોરા, પ્રાઘ્યાપકો આનંદભાઇ ચૌહાણ, લેઉઆ પટેલ યુવા અગ્રણી કથીરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા આનંદભાઇ ચૌહાણ નીલસિંહ રાજપુત, સમ્રાટ ઉપાઘ્યાય અને યુવા ટીમ કરી હતી.