વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્દ, રાજચંદ્રજીના ૧૫૦માં જન્મજયંતિ વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઇ છુ. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓશ્રીના પરમ ભકત પૂજય ગુરુદેવશ્રી રાકેશભાઇ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોતિંમય કરીએ પ્રસ્તુત છે. શ્રીમદ્દ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા,
શ્રીમદ્દ પોતાના કાર્યપ્રસંગે જામનગર ગયા હતા. ત્યાંના વિદ્વાનો સમક્ષ તેમણે જુદી જુદી બે સભામાં બાર અને સોળ એમ બે વિધિથી અવધાન કરી બતાવ્યાં હતા. તે અદ્દભૂત પ્રયોગ નિહાળનાર સમગ્ર સભા ખૂબ પ્રસન્ન થઇ ગઇ હતી. અહીં તેમને હિન્દુના હીરાનું બિ‚ઘ્ધ અર્પણ કરવા માટે તનતોડ મહુનત કરતા હતા, પણ તે વૃથા થઇ હતી. તેથી ત્યાંના વિદ્વાનોને સોળ અવધાનો કરનાર શ્રીમદ્દ પ્રત્યે બહુમાન અને આશ્ર્ચર્ય ઉત્પન્ન થયાં હતાં.
ત્યારબાદી વઢવાણમાં તેમણે કર્નલ એચ.એલ. નટસાહેબ, બીજા રાજવી પુ‚ષો તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકો સમક્ષ સોળ અવધાનો કરી બતાવ્યાં હતા. આ અવધાનો જોઇને આખી સભા આનંદમાં ગરકાવ થઇ ગઇ હતી. અને પ્રેક્ષકોએ એકઅવાજે તાળીઓ પાડી હતી. સઘળા સભાજનોએ તેમની આ અજબ શકિતની મુકત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજ સાહેબો, લેડીઓ, રાજાઓ, કારભારીઓ અને મહાવિદ્વાઓ દંગ થઇ ગયા હતા અને ઉપરાઉપરી શ્રીમદ્દની પ્રશંસા કરતાં ભાષણો થયાં હતાં. આવું નરરત્ન ભારતમાં વિઘમાન છે એમ વિચારી સહુ હર્ષથી પુલકિત થયા હતા. ગુજરાતી, મુંબઇ સમાચાર, લોકમિત્ર, ન્યાયદર્શન, વગેરે પત્રોમાં શ્રીમદ્દના યશોગાન ગવાવા લાગ્યા હતા. શ્રીમદ્દે સોળ અવધાન પછી બોટાદમાં તેમના શ્રીમંત મિત્ર શેઠ શ્રી હરિલાલ શિવલાલની ઉ૫સ્થિતિમાં સીધાં બાવન અવધાન સહજપણે કરી બતાવ્યાં હતા. તેમણે ખાસ પરિશ્રમ કે પૂર્વતૈયારી વિના જ બાવન અવધાન કર્યા હતા. જે ઉપરથી તેમના બુઘ્ધિબળનો તેમજ તેમનાં અદ્દભુત વિશ્ર્વાસ અને સાહસનો ખ્યાલ આવે છે નીચેની હકિકત ઉપરથી એ બાવન અવધાનોનો થોડો ઘણો ખ્યાલ આવશે.
- (૧) ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું – ૧
- (ર) ત્રણ જણા સાથે ગંજીફે રમ્યા જેવું – ૧
- (૩) એક જણા સાથે શતરંજ રમ્યા જવું – ૧
- (૪) ઝાલરના પડતા ટકોરા ગણતા જવું – ૧
- (પ) સરવાળા, બાકબાકી, ગુણાકાર અને ભાગકાર મનમાં ગણ્યા જવું – ૪
- (૬) માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી – ૧
- (૭) આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી – ૮
- (૮) સોળ નવા વિષય ઉપર વિવાદકોએ માગેલાં વૃત્તમાં કવિતા રચતા જવું – ૧૬
- (૯) ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લેટીન, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી સોળ ભાષાઓના ચારસો, અનુક્રમવિહીન શબ્દો પાછા કર્તા, કર્મના અનુક્રમ સહિત કહી આપવા અને વચ્ચે બીજાં કામ પણ કર્યે જવા. – ૧૬
- (૦) વિઘાર્થીને સમજાવવો – ૧
- (૧૧) કેટલાક અલંકારના વિચાર – ૨
આ બાવન કામની શ‚આત એકસાથે કરવી, એક કામનો કંઇક ભાગ કરી, બીજા કામનો કંઇક ભાગ કરવો, ત્રીજાનો કંઇક ભાગ કરવો, પછી ચોથાનો, પછી પાંચમાની એમ બાવન કામનો થોડો થોડો ભાગ કરવો, વળી, પાછા પહેલા કામ ઉ૫ર આવવું…… આમ બાવન કામ પૂર્ણ થતાં સુધી કર્યા કરવું, કંઇ લખવું નહી કે બીજી વાર પૂછવું નહીં, પરંતુ સઘળું સ્મરણમાં રાખી આ બાવન કામ પૂર્ણ કરવાં.
શ્રીમદ્દની આ શકિત જોઇને એક વિદ્વાને ગણતરી કરી હતી કે તેમને એક કલાકમાં ૫૦૦ શ્ર્લોક સ્મરણમાં રહી શકે છે. આ અરસામાં તેમની સ્મરણશકિત ઉત્કૃષ્ટ સીમાએ પહોંચી હતી. તેમનો વિઘાભ્યાસ તો ફકત ગુજરાતી ભાષામાં જ થયો હતો. છતાં કોઇ પણ માણસ ગમે તે ભાષાના શબ્દો, કવિતા કે શ્ર્લોક ગમે તેટલી ઝડપથી તેમને સમક્ષ બોલે તો પણ પાછા તે જ શબ્દો, કવિતા કે શ્ર્લોક તરત જ આબેહૂબ તે જ ક્રમમાં તેઓ બોલી બતાવતા, કોઇ ગમે તે ભાષાના સો શ્ર્લોક એક વખત બોલી જાય તો તે પાછા તેવી જ રીતે સ્મૃતિમાં રાખી બોલવા શ્રીમદ્દ સમર્થ હતા. તેઓ દેશની બીજી ભાષાઓ તેમજ પરદેશથી કોઇ પણ ભાષાનો ઉચ્ચાર બરાબર કરતાં.