પાક.ની નાપાક હરકત
જાવકની પરમીશન અપાઈ ન હોવા છતાં ૧ હજાર જેટલી બોટો ફિશીંગ માટે નિકળી પડી
માછીમારીની સીઝનની શરૂઆત ૧૫મી ઓગસ્ટથી શરૂ થઈ ચુકી છે પરંતુ ખરાબ હવામાનને કારણે ઓખાની બોટોને જાવક પરમીશન અપાઈ ન હતી તેમ છતાં ૧ હજાર જેટલી બોટો ફિશીંગ માટે નિકળી પડી હતી ત્યારે તેમાની ચાર બોટોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. આ ચાર બોટમાં ૨૪ માછીમારો સવાર હતા.
પ્રાપ્ત થતી વિગત મુજબ માછીમારીની સિઝનનો પ્રારંભ થઈ ચુકયો છે પરંતુ ખરાબ હવામાન અને વરસાદની આગાહીના પગલે ઓખા મંડળેથી બોટની જાવક પરમિશન આપવામાં આવી ન હતી તેમ છતાં ઓખાથી ૧ હજાર જેટલી બોટો ફિશીંગ અર્થે નિકળી પડી હતી.
આ બોટ પૈકી ૪ બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ચાર બોટમાં ૨૪ માછીમારો સવાર હતા ત્યારે આ માછીમારોના પરીવારજનો ચિંતાતુર બન્યા છે. ચાર બોટના અપહરણનાં કિસ્સાએ અનેક તર્ક-વિતર્ક સર્જયા છે.