રાજ્યસભા ચૂંટણીમાં મોટીના ઉપયોગ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો ચુકાદો સંભળાવ્યો. CJI દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યુ કે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહીં થઈ શકે. બેંચે કહ્યું કે રાજ્યસભા ચૂંટણી છોડીને અન્ય ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો વિકલ્પ નિરસ્ત કરી દીધો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટા માત્ર પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ઈલેકશનમાં થઈ શકે છે.ગત વર્ષે ગુજરાતમાં થયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા શૈલેશ પરમારે અરજી દાખલ કરી NOTAનો વિકલ્પ રાખવાનો વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.