18મી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતના ખાતે બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે. રેસલર વિનેશ ફોગાટે કુસ્તી 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ પહેલા ભારતીય શૂટર દીપક કુમારે મેન્સ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો. દીપક પછી શૂટર લક્ષ્યએ પણ મેન ટ્રેપ શૂટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. લક્ષ્યએ કુલ 50 શોટ્સમાં 43 નિશાન તાક્યા. આ સ્પર્ધામાં ગોલ્ડ ચીની તાઇપેના કુંપી યાંગે જીત્યો. તેઓએ 48 સ્કોર કર્યો.
Wrestler Vinesh Phogat wins a gold medal in 50kg freestyle at #AsianGames2018 pic.twitter.com/zWESnOO5Hs
— ANI (@ANI) August 20, 2018
પહેલા દિવસે પણ ભારતના ખાતે બે મેડલ્સ આવ્યા. પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત શૂટિંગમાં 10 મીટર એર રાયફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો. રમતના બીજા દિવસે પણ દેશને શૂટર્સ અને પહેલવાનો પાસેથી વધુમાં વધુ મેડલ્સ જીતવાની અપેક્ષા રહેશે. આજે શૂટિંગમાં 10 મીટર એર રાયફલમાં પુરુષો અને મહિલાઓની ઇવેન્ટની સાથે-સાથે ટ્રેપ મુકાબલાઓમાં પણ ગોલ્ડ મેડલ દાવ પર લાગશે.