ચુડાસમા પ્લોટ, ગુંદાવાડી, ગાંધીગ્રામ અને કૃષ્ણનગરમાં જુગાર રમતા ૩૦ શખ્સોની ધરપકડ

શ્રાવણ માસમાં ઠેર-ઠેર રમાતા જુગાર પર પોલીસે દરોડા પાડવાનો દોર ચાલુ રાખી ગુંદાવાડી, ચુડાસમા પ્લોટ, ગાંધીગ્રામ અને કૃષ્ણનગરમાં જુગાર અંગે દરોડા પાડી રૂ.૧.૪૦ લાખની રોકડ સાથે ૩૦ શખ્સોની ધરપકડ કરી છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારૂબેન ચૌધરીના પુત્ર અમિતરાજ પ્રેમરાજ ચૌધરી ગાંધીગ્રામ શેરી નં.૬માં પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અમિતરાજ પ્રેમરાજ ચૌધરી, રતનપરના ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા, દૂધસાગર રોડ પર રહેતા હુશેન ઝુસબ સોઢા, શ્યામનગરના રાહુલ કાંતી સુદરા, અમીનમાર્ગ પર રહેતા સમસુદીન કમ‚દીન રૂપાણી અને મોચીનગરના સોહિલ આમદ સમા નામના શખ્સોની રૂ.૫૫,૮૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

રૈયા રોડ પર આવેલા ચુડાસમા પ્લોટમાં રહેતા પ્રશાંત ભુપેન્દ્ર રાઠોડના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.પી.ઉન્ડકટ, હેડ કોન્સ. જેન્તીભાઈ ગોહિલ, ભરતભાઈ વનાણી અને હરેશગીરી ગોસાઈ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી પ્રશાંત ભુપેન્દ્ર રાઠોડ, લક્ષ્મીનગરના નિલેશ ગંભીરસિંહ સોલંકી, નવલનગરના જયપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, વિજય પ્લોટના ભરત મુકેશ ડાભી, મનહર પ્લોટના અનવર અલી ઉર્ફે ઈશાન આલમ અલી શેખ, વિક્રમ મુકેશ ડાભી, વિદ્યાનગરના દિપક બચુ અંબાસણીયા, મનહર પ્લોટના જયદીપ જયંતી ધામેલીયા અને અલય પાર્કના વિજયસિંહ રણજીતસિંહ ગોહિલ નામના શખ્સોની રૂ.૫૭,૨૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

કૃષ્ણનગર શેરી નં.૭માં રહેતા સંજય કેશુ ચૌહાણ નામનો શખ્સ પોતાના ઘરે જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ આર.જે.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી સંજય કેશુ ચૌહાણ, રણછોડ લક્ષ્મણ આહિર, અનિરુધ્ધ રામ ખુમાણ, જયરાજ રામ ખુમાણ, મહેન્દ્ર માવજી ડોડીયા અને ભરત બાબુ ચૌહાણ નામના શખ્સોને રૂ.૪૮૭૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ગુંદાવાડી શેરી નં.૨/૧૫ના ખુણે આવેલ સોનલ મકાનના ચોથા માળે જુગાર રમાડતા પરેશ વલ્લભ પટેલ, જીજ્ઞેશ અરવિંદ રાણપરા, જયેશ ભોગીલાલ સોની, હિતેશ દિનેશ આડેસરા, રાજેશ હર્ષદ લુહાર, કમલેશ સુરેશ સોની, ધર્મેશ દિનેશ સોની, ધર્મેન્દ્ર લાલા સોની અને વિજય સુરેશ પારેખ નામના શખ્સોની રૂ.૨૧,૭૯૦ની રોકડ સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એમ.ધાખડા અને કોન્સ.દેવાભાઈએ ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.