ઠંડા માહોલમાં ગરમ વાનગીઓમાં અવ્વલ
વરસાદી માહોલમાં ઓછા ખર્ચે પેટ ભરાય તેવું દેશી ફાસ્ટફૂડ
વરસાદી માહોલ આવતાની જ સાથે લોકોના મન ગરમા ગરમ વાનગી ખાવા માટે થનગને છે. ગાંઠીયા, ભજીયા, પેટીસને સ્પેશિયલ વડાપાઉ ખાવા માટે લોકોની લાઈનો લાગે છે. અને જયાં વાત હોય મોજ મજા અને ખાવા પીવાની ત્યારે રંગીલા રાજકોટને કેસ કરીને ભૂલી શકાય. ખાવા પીવા બાબતોમાં અવ્વલ એવા રંગીલા રાજકોટ છેલ્લા કેટલાક સમયથી વડાપાઉનું પણ ઘેલુ લાગ્યું છે. મુંબઈ અને સ્થાનિક ઘણા એવા વડાપાઉનાક વેપારીઓએ રાજકોટના લોકોને વડાપાઉમાં અદભૂત સ્વાદ આપી ભૂખ સંતોષી છે. રાજકોટમાં પણ ઘણા એવા વડાપાઉનાં વેપારીઓએ અલગઅલગ વેરાયટીઓ સાથે રાજકોટની જનતાને વડાપાઉનો અનેક ટેસ્ટ આપ્યા છે.
વરસાદી માહોલમાં પણ લોકો પલડવાની સાથે ખાવા પીવાની પણ મોજ માણે છે. એમાં પણ જો વડાપાઉની વાત હોય તો લોકો મન માણીને પલળવાની સાથે વડાપાઉનો આનંદ લેવાની પણ તત્પરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. તો ચલો આપણે આ અહેવાલમાં રાજકોટના અલગ અલગ વડાપાઉના વેપારીઓની અલગ અલગ વડાપાઉની ખાસીયત અને વેરાયટીઓ વિશે જાણીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન ચટકાઝ ફેન્ચાઈઝીના રોહિતભાઈ વિરાણીએ જણાવ્યું
કે છેલ્લા ૭ વર્ષથી ભકિતનગર વિસ્તારમાં આવેલ ચટકાઝની ફેન્ચાઈઝને સંભાળુ છું ચટકાઝની મેઈન બ્રાન્ચ બરોડામા આવેલ છે. અમારે ત્યાં મસાલા વડાપાઉ, બટર-ચીઝ, ચાઈના બાઈટ વગેરે લોકો ખાવાનુંપસંદ કરે છે. ચટકાઝના વડાપાઉ બીજા કરતા એટલે અલગ પડે છે. કે અમારે જે પાંઉ આવે છે. તે કંપનીના આવે અને એકદમ સોફટ પાઉ આવે અને અમે વડાપાઉ ફ્રાય કરીને આપીએ એટલે વધારે પ્રખ્યાત છે.
કાલાવાડ રોડ પર આવેલી ચટકાઝની ફ્રેન્ચાઈઝીઝના ઓનર તુષારભાઈ મોલીયા અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ.
છેલ્લા આઠ વર્ષથી કાલાવડ રોડ પર ચટકાઝ વડાપાઉની ફ્રેન્ચાઈઝી ચલાવે છે. વડોદરાથી બેઈસડ ચટકાઝ વડાપાઉ ઘણા સમયથી રાજકોટના લોકોનું મન જીતવામાં સફળ રહ્યું છે. લોકોને ચટકાઝ વડાપાઉની પસંદગીમાં મસાલા વડાપાઉ છે. બટર મસાલા વડાપાઉ, બટર ચીઝ, સ્પાઈસી ખાવા માટે ચાઈના બાઈટ વડાપાઉ લોકોને પસંદ આવે છે. અને સાથે મુંબઈ અને રાજકોટના વડાપાઉની વિભિન્તાની વાત કરીએ તો મુંબઈ લોકો તીખુ ખાવાનું વધુ પસંદ કરે છે. જેના પ્રમાણમા રાજકોટના લોકો થોડુ ચટપટુ ખાવાનું પસંદ કરે છે.
ચટકાઝની સ્પેસ્યલાઈઝસન બટર મસાલા વડાપાઉ, ચીઝ બટર મસાલા વડાપાઉ ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. વડાપાઉ એક એવી વાનગી છે કે ઓછા ખર્ચે લોકોનું પેટ ભરી શકે છે. ચટકાઝ સાથે રાજકોટના લોકો આમ વેરાયટીઓ આપે છે. અને સાથે લસણની સ્પેશીયલ રાયઝીનો સ્વાદ પણ લોકોને વધુ પસંદ રહે છે.
અબતક સાથેની વાતચીતમાં જય ભવાની વડાપાઉના નૈમિષ મહેતા જણાવે છે કે,
જય ભવાની વડાપાઉની શરૂઆતની વાત કરતા એમ જણાવ્યુંં હતુ કે અહેમદાવાદમા કોલેજ કરતો હતો ત્યારે જય ભવાનીના વડાપાઉનો સ્વાદ માણેલો અને તેનાથી ખૂબ આનંદીત થઈ એવુ લાગ્યું કે આ વડાપાઉ સાદા વડાપાઉ કરતા કાંઈક અલગ છે. અને સાથે સાથે હું અહેમદાવાદ એમ.બી.એ કરતા વિચાર આવ્યો કે હું ખાણીપીણીના વેપારમાં જ ઝંપલાવીશ અને જય ભવાની વડાપાઉની જ ફ્રેન્ચાઈઝીસ લઈશ જયભવાની વડાપાઉ વિશે થોડુ જાણી પારખી અને ફાઈનલી ડિસાઈડ કર્યું કે હું જય ભવાની વડાપાઉની ફ્રેન્ચાઈઝી રાજકોટમાં ચાલુ કરીશ. રાજકોટમાં છેલ્લાબે વર્ષથી જય ભવાની વડાપાઉની ફ્રેન્ચાઈઝી ચાલે છે.
અને લોકોનો પણ એટલો જ સારો પ્રતિસાદ છે. સાથે મોનસુન સીઝન હોવાથી લોકો વડાપાઉ ખાવા તત્પર રહે છે. અને વ્યસ્ત રહેતા લોકો માટે પણ વડાપાઉ પહેલી પસંદ હોય છે. અને જય ભવાની વડાપઉની ખાસ વેરાયટીઓની વાત કરીએ તો છોલે વડાપાઉ, ચાઈનીઝ વડાપાઉ, પંજાબી વડાપાઉ જેવા અનેક ઓપ્શનસ રાજકોટના લોકોને મળી રહે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જમ્બો વડાપાઉના માલિક અલ્પેશભાઈએ જણાવ્યું કે
વડાપાઉ બેઝીકલી મુંબઈની સ્પેશ્યાલીટી છે ત્યાંનું લોકલ ફૂડ છે. રાજકોટ તો એમબી મીની મુંબઈ છે. એટલે અહીયા પણ વડાપાઉ લો કોસ્ટમાં ટર્મી ફીલ્ટ કહેવામાં આવે જે ઓછા પાઈઝની અંદર તમારૂ પેટ ભરી દે છે. એવી પ્રોડકટ છે. વડાપાઉ જોઈએ તો એ આપણુ ઈન્ડીયન બર્ગર છે જે ફોરેનની અંદર બર્ગરનો હોડડોગનો ટ્રેન્ડ છે. તો એજ રીતે મહારાષ્ટ્ર અને ભારતભરમાં આપણું આ ઈન્ડીયન બર્ગર જ છે. નોમીનલ પબ્લીકથી લઈને હાઈફાઈ પબ્લીક બધા લોકો આ ફૂડને એન્જોય કરે છે.
વધુમાં જણાવ્યું કે તે છેલ્લા ૬ વર્ષથી વડાપાઉના ધંધા સાથે સંકળાયેલા છે. તે પહેલા તે મુંબઈ હતો ત્યાં પણ મારી શોપ હતી. મારી પાસેના વડાપાઉમાં ૨૫ ફલેવરના વડાપાઉ છે. અલગ અલગ ફલેવર કોમ્બીનેશનના રેગ્યુલર, સેઝવાન, માયોનીઝ, ચીઝ-મીલી પીઝા ફલેવર વગેરે બધા કોમ્બીનેશનના વડાપાઉનું ઈનોવેશન કર્યું છે બેઝીકલી નાના વડાપાઉતો રાજકોટમાં સેઈમ સાઈઝના મળે છે. જયારે મારી પાસે બીગર સાઈઝ જે જમ્બુ વડાપાઉ છે. તે લગભગ માર્કેટ કરતા ડબલ સાઈઝનું વડાપાઉ હું સેલ કરૂ છું.
અને તે પણ માર્કેટ પ્રાઈઝથી મારા વડાપાઉના બને છે તે હું સ્પેશ્યલી મેડ કરાવું છું. એની અંદર ચીલી ફલેગ્સ, ઓરેગેનો, પેરી-પાઉડર વગેરે હું પોતે જ ઈટાલીયન ફૂડની જે રેસીપી છે તે ટાઈપથી હું બનાવડાવું છઉં વડાપાઉ સાથે ઘાટીમસાલો જેને લોકો સુકી ચટણી પણ માણસો કહે છે. તેનું સાચુ નામ છે તે ઘાટીમસાલો છે એ અમે પોતે જ બનાવીએ છીએ, ગ્રીન ચટણી, જો વડાપાઉ ખાવા હોય તો ગ્રીન ચટણી, લીલીમરચી તે એકદમ તીખી હોય છે. એ વડાપાઉ સાથે તે બેસ્ટ છે. વધુમાં કહ્યું કે મુંબઈ અને રાજકોટની પબ્લીક નેચરલ વડાપાઉ ખાય છે. અને આપણી પબ્લીક તે કેચઅપ, ગ્રીન ચટણી તેની સાથે વધુ આપણે ગુજરાતી છીએ. તો સ્વીટનેશ માંગે છે. ત્યારે મહારાષ્ટ્રની અંદર આવી વસ્તુ નથી.
વડાપાઉ બેસિક મુંબઈની વાનગી છે. પરંતુ છોટા મુંબઈ તરીકે ઓળખાતા રાજકોટમાં પણ વડાપાઉના વેપારીઓ ખાવાના રસીકાઓનું મનમોહયું છે. વડાપાઉને દેશી ફાસ્ટફૂડ તરીકે ઓળખાવામાં કોઈ ખોટું નથી સમયનાં બચાવ સાથે ઓછા ખર્ચે પેટ ભરવામાં વડાપાઉ લોકોની સૌથી પહેલી પસંદ છે.
રાજકોટના ખાણીપીણીના રસીકોને અલગ અલગ વેરારટીઓ સાથે પાઉમાં પણ એટલી જ વેરાયટીઓ અને બીજા શહેરનો સ્વાદ પણ મળી રહે તો શું જોઈએ? તો આ હતો એક મસ્ત પેટ ભરાવ અહેવાલ રાજકોટના વડાપાઉ વિશે.