વિલેપાર્લે સ્થા. જૈન સંઘ ખાતે જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી વર્ષ ઉપલક્ષે પૂ. શ્રી ધીરગૂરૂદેવેઉપકરણ વંદનાવલી શિબિરમાં જણાવેલ કે સંયમના સુખની તોલે કો ન આવી શકે. સંયમની સફણ અનુપમ છે. તેમ ઉપકરણની મહત્તા સોનલ ગોયાણીએ મધુરકંઠે પ્રસ્તુત કરી હતી.
રાજકોટ નિવાસી સંયમ સ્નેહી રોશનીબેન નલીનભાઈ આશરા અને મોનાલીબેન દિલીપભાઈ સંઘવીની આજ્ઞા પત્રિકા ગૂરૂદેવના કરકમલમાં અર્પણ કરવાનો લાભ દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને શકુંતલાબેન વિજયકુમાર મહેતાએ લીધેલ હતો. સમારોહની અધ્યક્ષતા ઈન્દુભાઈ બી. બદાણી અને દીક્ષાર્થીનું સુવર્ણથી માલીનીબેન કિશોરભાઈ સંઘવી અને પ્રતિમાબેન હસમુખલાલ મહેતાએ બહુમાન કરેલ જેમાં પૂના, બિંહાર, રાજકોટ, ભાવનગર, મુંબઈનાં સંઘોની હાજરી હતી. સુત્ર સંચાલન જયશ્રીબેન શાહે કરેલ તા.૨૬ને રવિવારે શ્રીમતી કલ્પના ગિરીશ દેસાઈ પ્રેરિત ભકતમર રહસ્ય શિબિર પ્રવચન યોજાશે. તેમ જણાવી ચંદુભાઈ દોશીએ આભારવિધિ કરેલ હતી.